________________
૧૧
અહો ! સકલ લોકવ્યવહારનું આદિકારણ, ત્રિકાલદર્શી, ઘણા વખતથી નષ્ટ થયેલ ધર્મપરંપરાના ઉપદેષ્ટા, દરેક પ્રાણીઓના નિષ્કારણ બંધુ, સંસારસાગર ઉતરવામાં પૂલ સમાન, અને સર્વને આરાધના કરવા યોગ્ય, ઋષિમુનિયોના નાયક, ભગવાન ઋષભદેવ પ્રભુ છે. જેની અહીં મૂલ પ્રતિષ્ઠા અમારે માન્ય ઈદ્ર મહારાજાએ જાતે કરી છે.” એમ વિચારી ભક્તિથી જરા અહીં થોભો” એમ પરિજનને કહી જલ્દી એકલો જ વિમાન વિના ઉતરી આવ્યો. ભગવાનના દર્શન થયા. હવે હું નંદીશ્વરદ્વિપ તરફ જાઉં છું.
ત્યાં મારો સુમાલી નામે મિત્ર પોતાની પ્રિયંવદા (સ્વયંપ્રભા) દેવી સાથે વિહાર કરવા ગયો છે. એ દ્વિપમાં રતિ વિશાલ નગરી છે. આજ સવારમાં ત્યાં પ્રસંગોપાત વિહાર કરવા ગયેલા મારા પરિજનમાંના કેટલાકોએ નગરીને બિલકુલ નિસ્તેજ જોઈ છે. તેનું મકાન પણ સ્મશાન જેવું છે. એ ઉપરથી ધાર્યું કે “અવશ્ય કાંઈ માઠા સમાચાર હોવા જોઈએ.” આ અકસ્માત-અપમંગળ અવશ્ય તેમાંના કોઈ મુખ્ય દેવ કે દેવીનું અવસાન સૂચવે છે. નહીંતર કદી દેવતાઓને આવો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. અને શોર્યુક્ત હૃદયો પણ થતા નથી. કોઈપણ મહાઅપમંગલ સિવાય દેવતાઓના પદાર્થોની પ્રકતિમાં વિકાર થતો નથી.
માટે મારે જલ્દી જવું જોઈએ અને એને જોવો જોઈએ. ઘણા વખતથી અમે મળ્યા નથી તો છેલ્લે વખતે આશ્વાસનના બે શબ્દ કહેવાંને મળવું જોઈએ. દેવતાઓના પણ વૈભવો ચ્યવન કાળે વિનશ્વર છે. ઈત્યાદિ ઉપદેશ આપીને તેના મનનું સમાધાન કરવું અને શોક શમાવવો. પોતાની તે અવસ્થામાં કંઈ સુવિચાર