________________
૧૪
પણ ઉપકાર થઈ શકશે. અને એવું ઘણી વખત બનતું આપણે સાંભળીએ છીએ, સ્મરણચિન્હો અત્યન્ત આશ્ચર્યકારી હોય છે. તેથી મારા આ કહેવા ઉપર અવિશ્વાસ લાવવાથી જરૂર નથી. તેમજ હું આ બધું અજ્ઞાનથી બોલું છું એમ પણ માનવાને કારણ નથી હવે, પ્રાર્થના ભંગ કરીને મને દુઃખી કરશો નહીં.”
એમ કહી ગળેથી ઉતારી હાર રાજાને આપ્યો, ને દેવના સૌજન્યથી વશ થઈ જઈ જરા આગળ આવી નિઃસ્પૃહ છતાં, બીજા ઉપર ઉપકાર કરવાને ઉત્સુક છતાં બે હાથ લાંબો કરી હથેળીમાં હાર લીધો.
દેવ એકદમ અદશ્ય થઈ ગયો. દેવના અદશ્ય થયા પછી વિસ્મિત રાજાએ એકવાર ધારી ધારીને હાર જોઈ લીધો, પછી ખેસને છેડે બાંધી લીધો. મંદિરમાં જઈ શ્રીઆદિદેવને પ્રણામ, સ્તુતિ કરી, બહાર આવ્યો.