________________
૧૨
વગેરે સુકૃત કરી શકે તેવો માર્ગ પણ બતાવવો જોઈએ. આવી રીતે તેની સાથે રાત્રિ વીતાવી સવારમાં પાછો ફરીશ.
પછી મારે પણ કંઈક આ ભવમાં શાંતિ મળે અને આવતા ભવમાં પણ સુખ મળે એવાં કામો કાળક્ષેપ કર્યા વિના કરવાના છે. કેમકે મારું આયુષ્ય પણ હવે થોડું જ બાકી છે. તેથી હવે ભાવિ દુઃખના મગજમાં રણકારા વાગી ગયા છે અને જન્મધારણનું દુઃખ ઘણી વખત હૃદયને કંપાવી નાંખે છે.
આવી સ્થિતિ છતાં જ્યારથી ઈદ્ર મહારાજા પાસેથી તમારાં વખાણ સાંભળ્યા છે-ત્યારથી તમારું પ્રિય કરવા ઘણા વખતથી મારું મન ઉત્સાહી થઈ રહ્યું છે. તમારું અલોભીપણું અને સ્વાર્થમાં પરાક્ષુખતા મેં સાંભળી છે તેથી જરા અચકાઉં છું. છતાં ઉપચાર કરવાથી મન પાછું હઠતું નથી. તેમજ કોઈ ઈષ્ટ વસ્તુની પ્રાર્થના કરો એમ કહેતા પણ જીભ ઉપડતી નથી. તેથી મધ્યમ માર્ગ લઈ હાથ જોડું છું કે મારા ઉપર મહેરબાની કરો અને આ ચંદ્રાપ નામનો હાર લો.
એ હાર પોતાના ખાનગી ભંડારમાંથી ઉત્તમ રત્નો વીણી લઈ ક્ષીરસાગરે ગુંથી, વિષ્ણુ સાથેના સ્વંયવરમાં પુત્રી લક્ષ્મીને દાયકામાં, લક્ષ્મીએ દેરાણી ઈંદ્રાણીને ખુશાલીમાં, ને ઈદ્રાણીએ મારી પ્રિયંગસુંદરી દેવીને સખીપણામાં આપ્યો છે. ઘણા દિવસ મારી સ્ત્રીએ એ પ્રિય હારને પોતાના હૃદય સાથે લગાડીને પહેર્યો. આજે તેણીને કોઈ ધાર્મિક કામમાં લગાડી વિરહમાં યાદગીરી દાખલ એ હાર હું પહેરતો આવ્યો છું. આ ઉજવલ હાર પણ તમારા જેવા ઉજ્જવળ ચરિત્રવાન પુરૂષની સોબતથી શોભી ઉઠશે. અને દેવલોકમાં રહેવાનો શોખ ભૂલી જશે.