________________
૧૦
કરી ફરતાં ફરતાં 'શક્રાવતાર તીર્થે જઈ ચડ્યો. અંદર પેસતાંની સાથે જ એક વૈમાનિક દેવ જોયો. જોતાની સાથે જ કેટલાક ચિન્હોથી “આ દેવ છે' એમ નિશ્ચય કરી લીધો. ને મનમાં વિચાર કરવા લાગ્યો કે -
“અહો આ દેવનું કેવું શરીર છે કે જે છેલ્લી અવસ્થામાં છે છતાં મારાથી જોઈ પણ શકાતું નથી. આના શરીરમાંથી ચારે તરફ પ્રભા પ્રસરી રહી છે, જેથી તેની સામે મારી ચક્ષુ ઠરતી નથી. મંદિરના દિવાઓ નકામા થઈ પડ્યા છે. અને પતંગિયા ચારે તરફ રખડી પડ્યા છે. ખરેખર હું ભાગ્યશાળી છું કે જેથી મને મનુષ્યપણામાં મુળ દિવ્ય શરીરે દર્શન દીધું.” એમ વિચાર કરી બાજુ ઉપર તલવાર મૂકી દઈ હાથ જોડી જરા પાસે આવી દેવનું સ્વાગત કર્યું. દેવે પણ જરા આગળ આવી નમ્ર હાસ્યથી રાજાને કહ્યું:
“રાજનું ! તમારા શરીરના ચિન્હોથી જ જાણી શકાય છે કે, તમે મહારાજા મેઘવાહન છો. મનુષ્યલોકના માણસોની ચર્ચા પ્રસંગે ખુદ ઈદ્ર મહારાજા દેવસભામાં “આવો શૂરો, આવો રાજવી, આવો દાતા, આવો ધર્મિષ્ઠ રાજા મેઘવાહન સિવાય કોઈ નથી.” એવી ઘણી જ હર્ષથી તમારી સ્તુતિ કરતા તે હું સાંભળતો. પણ આજે ચક્ષુ કૃતાર્થ થયાં, ઋષભદેવ પ્રભુના દર્શનનું તત્કાળ ફળ મલ્યું એમ માનું છું, હવે હું રજા લઉં છું અને સંક્ષેપમાં મારી હકીકત જાણવી હોય તો કહી દઉં છું. “હું સૌધર્મ દેવલોકવાસી સામાનિક દેવ જવલનપ્રભ છું. કેટલાક પરિજન સાથે આકાશમાર્ગે ચાલતાં આ સુંદર દેવમંદિર જોઈને વિચાર્યું કે૧. શાકુંતલમાં આ શક્રાવતારનો ઉલ્લેખ આવે છે.