________________
અત્યન્ત નમ્ર થઈ અદેખાઈથી તિછું જોવા લાગી. મુનિ પણ જરા હસીને બોલ્યાઃ
“રાજન્ ! તમે અત્યારે આને વનમાં લઈ જવા બહુ જ ઉત્સુક થયા જણાઓ છો, તો મંત્રજપવિધિ શીધ્ર શરૂ કરો. તેથી પ્રસન્ન થયેલી રાજલક્ષ્મી અને પુત્રવર આપે. ત્રણ ભુવનમાં વિખ્યાત પુત્રના બાલભાવનો અનુભવ કરી વધૂએ કરેલ ચરણકમળની સેવા અનુભવે. પછી પુત્ર ઉપર રાજ્યભાર મૂકી પાછલી વયમાં વનમાં જતાં તમારી સાથે જ એ વનમાં આવશે. અમારો આ પ્રયત્ન એટલા જ માટે છે. નહીંતર ગૃહસ્થના કાર્યમાં સર્વાભપરિત્યાગી અમારે મુનિઓને પડવાનું શું પ્રયોજન?” એમ કહી ફરી મુનિ બોલ્યા
હે નરેન્દ્ર ! પુષ્કર દ્વિપમાંથી હું આવ્યો છું અને જંબુદ્વિપના તીર્થોને વન્દન કરવા માટે જવું છે. મને જવા દે.” એટલું કહ્યા બાદ વલ્કલ સંકોચી મનમાં આકાશગામિની વિદ્યાનો જાપ કરતા કરતા આસન ઉપરથી મહર્ષિ ઉઠ્યા, ને રાજા-રાણી હજુ ઉભા થતા હતા, તેવામાં તો તે બન્ને ઉપર કૃપાદૃષ્ટિ વરસાવી આર્શીવાદ આપતા આપતા આકાશમાં ઉડી ગયા. મુનિ અદશ્ય થયા એટલે મનમાં રણરણાટ રહેવાથી શૂન્ય જેવો રાજા થોડી વારે નીચે
ઉતર્યો.
મધ્યાહ્ન કૃત્યથી પરવારી મળવા આવેલા ગુરુઓ અને બંધુવર્ગને મુનિનો વૃત્તાન્ત જણાવ્યો ને દેવીનું આરાધન કરવા બાબત સમ્મતિ માગી. ઉચ્છિન્ન થઈ જતી ભરતવંશની સંતતિથી ઉદ્વિગ્ન થયેલા તેઓએ કાર્યનું મહત્ત્વ વિચારી અનુજ્ઞા આપી, કે ‘ભલે સુખેથી તે કામમાં તત્પર રહો.’