________________
( ૨. જવલનપ્રભદેવ ને ચંદ્રાપહાર
પ્રમદવનમાં ક્રીડાપર્વતની નજીક લક્ષ્મીદેવીનું મંદિર બનાવવા હુકમ આપ્યો હતો, તેથી ઉત્તમ શિલ્પીઓએ તે ઠેકાણે બહુ મોટું નહીં તેમ બહુ નાનું નહીં એવું નાજુક મણિરત્ન શિલાનું મંદિર તૈયાર કર્યું. તેમાં મહોત્સવપૂર્વક રાજલક્ષ્મીની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. તે મહર્ષિએ બતાવેલ વિધિ પ્રમાણે હંમેશ તેની પૂજા કરવાનું શરૂ રાખ્યું. હંમેશ સવારમાં વહેલા ઉઠી ફૂલ ચુંટવા જતાં નોકરો સાથે ક્રીડાપર્વત પાસેથી નદીએ જઈ સ્નાન સંધ્યા કરી, પવિત્ર થઈ ધોળાં વસ્ત્ર પહેરી દેવીને મંદિરે જાય. ત્યાં સુગંધી જળના ભરેલા ઘડાઓથી અભિષેક કરી, સુગંધી ચંદનનો લેપ કરી, પુષ્પ ચડાવી, કૃષ્ણાગરૂનો ધુપ ઉવેખી, સન્મુખ બેસી એકચિત્તે પ્રણામપૂર્વક ગંભીર ધ્વનીથી સ્તુતી કરે. પછી મળવા આવેલા ગુરુજનને વંદન કરે. પછી મધ્યાહ્ન કૃત્યથી પરવારી દાર્શનિક પંડિતો સાથે શાસ્ત્રવિનોદ ચલાવે. એ હંમેશનો કાર્યક્રમ હતો. બાકીના વખતમાં વખત મળે ત્યારે ક્રીડાપર્વત ઉપર ચડીને અયોધ્યાની બાહ્યશોભા અવલોકી આનંદ પામે. કોઈ દિવસ કેટલાક હજુરી નોકરો સાથે અમદાવનમાં ધીમે ધીમે ફરે.
એ પ્રકારે રાજ્યકાર્ય છોડી મુનિએ બતાવેલ વિધિ પ્રમાણે આરાધન કરતો હતો; તેણે નજીકમાં એક પર્ણકુટી બનાવી હતી તેમાં મુનિચર્યા પાળતાં, કંદમૂળનો આહાર કરી બ્રહ્મચર્ય પાળતાં કેટલાક દિવસ વ્યતીત થયા.
કોઈ વખતે પર્વને દિવસે સાંજે દેવીની પુજા સારી રીતે