________________
આરાધન કરો. મુનિવ્રતની ક્રિયાનું આચરણ કરો. વળી દુર રહેલા બીજા દેવનું તમારે શું કામ છે ? ઘરમાં જ રહેલી
પાર્થિવકુલદેવી રાજલક્ષ્મીનું જ આરાધન કરો. સેંકડો ઈક્વાકુ રાજાઓએ એનું આરાધન કર્યું છે. જો ભક્તિથી પ્રમાદ છોડીને તેનું આરાધન કરશો, તો તે તમારા ઉપર પ્રસન્ન થશે, અને પક્ષપાત કરી તમને ઈષ્ટવરદાન પણ આપશે. તથા વિદ્યાધરોએ આરાધલી અપરાજીતા નામની ત્રિલોક પ્રસિદ્ધ આ વિદ્યા હું આપે તે ગ્રહણ કરો.
દિવસમાં ત્રણવાર આરાધન કરતી વખતે તેનો વિધિપૂર્વક જાપ કરવો. ભક્તજનોને એ ચિંતામણિ છે. પ્રયત્નવાનું પુરૂષથી ભક્તિપૂર્વક આરાધન કરાય તો દુનિયામાં એક પણ ફલ નથી, કે જે તે ન મેળવી આપે. ફળ આપવા તૈયાર થાય ત્યારે તો ઈદ્ર સરખાને પણ સ્વાધીન કરી આપે છે. તો બીજા દેવોની વાત જ શી ? પણ આરાધન કરવામાં બીલકુલ પ્રમાદી ન થવું. વખતો વખતના અનુષ્ઠાનો બરોબર ધ્યાન રાખીને આચરવાં. કાર્યસિદ્ધિના માતપિતા બુદ્ધિ અને ઉદ્યમ પુરૂષના વ્યાપાર વિશેષથી અનુગૃહિત થાય છે, ત્યારે જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય.”
એમ કરી ચારે બાજુ જોઈ, આરાધનવિધિ બતાવી. પોતાના અને રાજાના શરીરે રક્ષામંત્રથી કવચ કરી ધીમે ધીમે સ્પષ્ટ અક્ષરે તેના કાનમાં મુનિએ વિદ્યા સંભળાવી દીધી. પોતાને કૃતકૃત્ય માનતા વિનયથી નમ્ર થઈ શ્રદ્ધાળુ હૃદયે હાથ જોડી વિધિપૂર્વક વિદ્યાગ્રહણ કરી. જરા ઈશારો કરવાથી નોકરોએ હાજર કરેલ પૂજા સામગ્રીથી મહર્ષિનો પુનઃ પૂજાસત્કાર કરવામાં આવ્યો. પૂજાવિધાન થઈ રહ્યા પછી થોડીવારે નજર ફેરવી. ભર્તા