________________
પણ એ ચિંતામાં ને ચિંતામાં રૂદન કરતાં સો વરસ જેવડી થઈ પડે છે. આ રીતે આપે જે પૂછ્યું તેને જવાબ આપ્યો. હવે આના રોવાનું કારણ હું કહું છું–આજ સવારે ચિંતામાં ને ચિંતામાં વહેલો જાગી ગયો અને પાછો વિચારમાં પડી જવાથી બૌદ્ધની પેઠે સર્વત્ર શૂન્ય જોતો સંતાનપ્રાપ્તિના તે તે ઉપાય વિચારતો હતો તેવામાં બંદીએ પ્રસંગોપાત ગાયેલ આ અપરવકબ છંદ સાંભળવામાં આવ્યું - વિપદ સમ ગઈ વિભાવરી,
નૃપ ! નિરપાય ઉપાસ દેવતા; ઉગિયું, જગહિતે, સરીખડું
તુજકુળ, મંડળ ઉષ્ણ કાંતિનું. ૧ એ સાંભળીને હર્ષથી વિચાર કરવા લાગ્યો કે–અહા ! ખરેખર મહાત્મા માગધ પુત્ર સ્વછંદે ગાતા ગાતા મને કર્તવ્યમાગનો ઉપદેશ કરે છે. તે ચાલ, તેનું વચન માન્ય કરી અરણ્યમાં જઈ કોઈ પ્રસિદ્ધ દેવની આરાધના કરૂં. એમ વિચારી પ્રાતઃ કૃત્યથી પરવારી ચિત્રશાલાના આગણામાં ઓટલા ઉપર બેઠેલી આ દેવીને આલિંગન આપી દુઃખપૂર્વક હું બોલ્યો
“દેવી ! તારે માટે સંતાનપ્રાપ્તિ નિમિત્તે વરદાન મળે ત્યાં સુધી અરણ્યમાં જઈ કોઈ દેવની આરાધના કરવા મેં નિશ્ચય કર્યો છે. તે કામ પાર પાડી જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તારે પૂજ્ય વડિલોની સેવા કરવી અને અહીં જ રહેવું.
“એ પ્રમાણે કોઈ વખત ન સાંભળેલું મારું વચન રાંભળીને તુરત જ મૂછ પામી ગઈ. કંઈક સંજ્ઞા આવી એટલે લથડીયા ખાતી બેઠી થઈ અને પરિજને ઉતાવળા દોડીને પકડી રાખી.