________________
ધર્મિષ્ઠોની વૃત્તિઓને અનુસરે છે. તેથી આદરભાવથ સામે જઈ વિનયભક્તિ બતાવતા રાજાને જોઈ પોતાની સહજ નિરપેક્ષતાનો ત્યાગ કરી, પોતાનું બીજું કામ પણ ક્ષણભર માટે મૂલતવી રાખી સામાન્ય માણસની પેઠે તરત જ મુનિ સન્મુખ આવ્યા, અને આકાશમાંથી ઉતર્યા. અગાશીના કઠેડા ઉપર પગ મુક્યો કે તુરત પાસે જઈ વિનયથી અર્ધસત્કાર કરી મદિરાવતીએ ઓઢણીના છેડાથી પ્રમાર્જેલ સોનાના આસન ઉપર મુનિને બેસાડ્યા. - ત્યાર પછી મુનિજનને ઉચિત સર્વ પ્રકારનો વિનયોપચાર કરી રહ્યા પછી રાજાએ પ્રણામ કરી ભોંયતળીએ બેઠા બેઠા નમ્રતાથી પૂછ્યું -
“ભગવદ્ ! આ મહેલ આપના ચરણકમળના સ્પર્શથી કૃતજ્ય થયો, દૃષ્ટિદાનથી આ સમસ્ત નગરીનિવાસી મારો પરિગ્રહ પણ કૃતકૃત્ય થયો. આપને પ્રણામ કરવાથી તીર્થસ્થાનનું ફળ પણ મેં મેળવ્યું. તેથી સર્વ પ્રકારે કૃતકૃત્ય થયો છું, છતાં અતૃપ્તિ રહેવાથી આપ કંઈ વિશેષ પ્રકારે અનુગ્રહ કરશો એવી આશા છે. આ રાજ્ય, આ હાથી, ઘોડા, રથ વગેરે બાહ્ય પરિવારમાંથી આપને પોતાને કે બીજા માટે જે જરૂરનું હોય તે સ્વીકારશો. ઘણે વખતે પ્રાપ્ત થયેલ પાત્રમાં કરેલી મારી પ્રાર્થના વ્યર્થ કરવી આપને ઘટતી નથી.”
મુનિ બોલ્યા–“રાજન ! તમારા જેવા શુદ્ધ આશયવાળાને એવો સત્કાર કરવો ઘટે છે, પરંતુ અમે નિરીહ મુનિઓ છીએ, અમારે એમાંની કોઈપણ વસ્તુ લેવી કલ્પતી નથી. અમારો વાસ નિર્જન અરણ્ય છે ને ભિક્ષામાત્રથી મળેલ નિર્દોષ આહાર અમારું ભોજન છે. શરીર ટકાવી રાખવા જ અમે આહાર કરીએ છીએ,