________________
પ્રથમ પરિચ્છેદ ૧. મહર્ષિ સમાગમ
અયોધ્યા નગરીમાં મેઘવાન રાજા રાજ્ય કરતો હતો. તેને મદિરાવતી નામે રૂપ સૌભાગ્ય ગુણશાલીની પ્રેમમાત્ર સ્ત્રી હતી. તેણીની શ્રોણિ વિશાળ હતી, કેડ રિદ્ર હતી; ખભા લચી ગયેલ હતા, સ્તન ઉંચા હતા; વાળ ઘાટા હતા, ગાલ સાફ હતા, બ્રુકુટી ચંચળ હતી, આંખોમાં મુગ્ધતા હતી; હાસ્ય મનોહર હતું, ગમન હાસ્ય વગરનું લલિત હતું. તેની સાથે તથા બીજી અંતઃપુરની સ્ત્રીઓ સાથે ભોગસુખ અનુભવતા તે રાજાનો ઘણો વખત વીતી ગયો. તે સર્વ પ્રકારે સમૃદ્ધિમાન્ અને સુખી હતો. છતાં તેને એકપણ સંતાન ન હોવાથી મનમાં બહુ દુ:ખ લાગતું. પણ શું કરે ? પૂર્વ જન્મમાં કરેલ કર્મના ઉદયક્ષણથી નિરપેક્ષ થઈ કોઈપણ કારણ ફળ આપી શકતું નથી. નહીંતર યુવાન વય, વિશાળ અંતઃપુર છતાં ઘણે કાળે એકપણ સંતાનની પ્રાપ્તિ ન થાય ?
એક દિવસે સવારનો પહોર ચઢ્યો, ભદ્રશાલ નામના મહેલ ઉપ૨ પ્રસ્તુત વાતચીત કરતા પરિવાર સહિત રાજા-રાણી બેઠા હતા. તેવામાં જાણે સુવર્ણદ્વિપની ધુળનો ગોટો હોય એવા તેજસ્વી દક્ષિણ દિશા તરફથી આકાશમાર્ગે આવતા વિદ્યાધર મુનિને જોયા. રાજા મુનિના અપૂર્વ દર્શનથી ચકિત થઈ થોડીવાર સ્તબ્ધ બની ગયો. મુનિ મહેલની નજીક આવ્યા એટલે મદિરાવતી સહિત ઉઠી સામે ગયો. ધર્મનું તત્ત્વ જાણવાવાળાનાં હૃદયો હમેશાં