________________
છે. પણ તેમાં કયો જૈન ગ્રંથ બહાર પડ્યો છે ? કહેશો કે કીર્તિકૌમુદીનું ભાષાંતર પણ એના કર્તા સોમેશ્વર ભટ્ટ બ્રાહ્મણ છે ને ? તેથી છપાવી શકાયો છે. અને દલીલ પણ કરવામાં આવતી હશે કે “જૈન સાહિત્યમાં એટલું બધું ઉપયોગી નથી. તેથી જમાનો એવો છે કે ઉપયોગી સાહિત્ય જ બહાર પાડવું, માટે તેના તરફ દૂર લક્ષ્ય રાખવામાં આવે છે.” આ દલીલ બહુ વજનવાળી ખરી કે ! આવા સમર્થ વિદ્વાનોનું લખાણ પણ નિર્માલ્ય જણાય છે. અને કવિ પ્રેમાનંદ વગેરેને માથે ઉપાડીને ફરવામાં જ ગુજરાતની જરૂરિયાતો સમાઈ જતી હશે !
કેટલાક ગુજરાતના હિતેચ્છુઓ ઘણી વખત લખે છે. “જૈનોએ ગુજરાતની બીજી પ્રજા સાથે મળવું જોઈએ. પોતાના ધનનો વ્યય ટુંકા ક્ષેત્રમાં કરે છે, તેના કરતાં જો બહોળા ક્ષેત્રમાં કરવામાં આવે તો કેટલો લાભ થાય ?' આવા અને આવી મતલબના કેટલાક લેખો રણજીતરામ વાવાભાઈ વગેરના વાંચ્યા છે. ખરે તેઓની આ શુભ ભાવના પ્રશંસનીય છે તેમ થવું જોઈએ. તેમાંજ ગુજરાતનું ગૌરવ સમાયેલું છે પણ તેમ શી રીતે થઈ શકે ? ગુજરાતના સમજુ માણસોએ જૈનો તેમ કરવા પ્રેરાય તેવા પગલાં લેવા જોઈએ, ને તેવા પગલા કોણે લીધા ? જેઓએ લીધા હશે, તેઓ અવશ્ય જૈનો પાસેથી સર્વ કાર્યો કરાવી શક્યા છે. નવલકથાઓમાં કે ગુજરાતના ઐતિહાસિક વૃત્તાન્તમાં ગુજરાતના ઈતિહાસમાં પરમોપકારી જૈન વ્યક્તિઓની કાળી બાજુ ચિત્રી બતાવવાથી એ ધ્યેય સિદ્ધ થવાની વકી મારા પૂજ્ય સાક્ષરો રાખતા હશે, તેથી જ તે સમાજનો પ્રેમ મેળવવા ચાહતા હશે ? આ દોષ સામાન્ય વર્ગને તો ન જ આપી શકાય પણ સાક્ષર વર્ગમાં પણ આ દોષ ઘણે અંશે હોવાથી લાગી આવે છે અને લખવું પડે છે. તે તે વર્ગને મેળવી લઈ ગુજરાતનું એક્ય સાધવામાં અવશ્ય વિશ્વાસ મેળવવો જોઈ. એ અને દરેક