________________
૩
શરીર ધર્મ સાધવા ધારીએ છીએ, ધર્મ મુક્તિ માટે જ આરાધીએ છીએ. મુક્તિ પણ નિરુત્સુક મને જ ઈચ્છીએ છીએ. તો ક્લેશકારી ઉપર જણાવેલા પદાર્થોની અમારે શી જરૂર હોય ? પરોપકાર પણ ધર્મોપદેશદ્વારાજ કરીએ છીએ. આ પ્રમાણે શાસ્ત્રમાં અમારો આચાર બતાવ્યો છે. તો હવે વધારે આગ્રહની જરૂર નથી. પણ કહો કે-આ કઈ નગરી છે? તમે કોણ છો ? કયા ઉત્તમ વંશમાં તમારો જન્મ છે ? આ બાઈ કોણ છે ? એમનું નામ શું છે ? તમે મનમાં સંતપ્ત જણાઓ છો તે શા કારણથી ? આ બાઈ હમણાં જ રોઈને છાની રહી હોય એમ જણાય છે, રોવાનું કારણ શું છે ? શું કોઈ પ્રિયબંધુનો વિયોગ થયો છે ? કોઈ આકસ્મિક સંકટ આવી પડ્યું છે ? છે શું ? જો અમારા જેવાને જણાવવાથી તમને કોઈપણ પ્રકારનો બાધ ન હોય તો કહો.''
“ભગવન્ ! આપના જેવા પરોપકારી અને સંયતવૃત્તિવાળા આગળ શું છુપાવવા જેવું છે ? આ હું આપને બધું વિનવું છુંભગવન્ ! દિલીપ, રઘુ, દશરથ વગેરે રાજાઓની વંશપરંપરાની રાજધાની આ અયોધ્યા નગરી છે. અને હું ઈક્ષ્વાકુ વંશમા ઉત્પન્ન થયેલો, હાલના દરેક ભારત વર્ષના રાજાઓમાં દરેક રીતે આગળ પડતો તેનો ભોક્તા મેઘવાહન નામે રાજા છું. ઉત્તમ રાજકુલમાં ઉત્પન્ન થયેલી મૂર્ખાભિષિક્ત આ મદિરાવતી મારું પ્રેમ પાત્ર છે. તેને લીધે મને સમસ્ત પ્રકારનું સુખ છે. કોઈ બંધુવર્ગનો વિયોગ નથી. તેમજ કોઈ આકસ્મિક સંકટ પણ આવી પડ્યું નથી. નિઃસંતાનપણા સિવાય અમોને અસ્વસ્થતાનું બીજું કંઈ પણ કારણ છે જ નહીં. એ દુઃખ ક્રમે કરીને હમણાં અસહ્ય થઈ પડ્યું છે. અમારા બન્નેની ઉનાળાની નાની રાત્રીઓ