________________
પ૪
વર્ગને સંતોષ આપવો જોઈએ. કેવળ સ્વાર્થી ન થવું જોઈએ. હું ઈચ્છું છું કે આ ભેદભાવ ઉભયમાંથી જાય. ગુજરાત પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. માત્ર ગુજરાતનું એક્ય કરવાના રસ્તાઓમાંના રસ્તો પરિસ્થિતિ પ્રમાણે મેં બતાવ્યો છે, નહીં કે કોઈ જાતનો ઉપાલંભ છે તેમજ બીજી પણ ભલામણ કરું છું કે–બૌદ્ધસાહિત્યની જેમ જૈન સાહિત્ય પણ અભ્યાસનીય છે. ધાર્મિક દૃષ્ટિ દૂર રાખી છતાં સાહિત્ય દૃષ્ટિથી પણ એ હિન્દુસ્તાનનું ઉત્તમ સાહિત્ય છે. વૈદિક, બૌદ્ધ અને જૈન, આ ત્રણના સાહિત્યને બાદ કરતાં હિન્દુસ્થાનના પ્રાચીન સાહિત્યનાં શેષ બહુ જ ઓછું રહેશે. એટલે આપણા દેશના સાહિત્યના અભ્યાસ પણ અંગ્રેજી ગ્રંથકારોએ રચેલા ગ્રંથો પરથી જ ઘણે ભાગે કરવામાં આવે છે. પોતાની આજુબાજુ જે પડ્યું છે, તે જાણવાની સ્વયંશક્તિ જ નથી ? પરસ્પરની બાબતોથી અપરિચિત રહેવાનો હવે અવસર ગયો છે. આશ્ચર્ય થાય છે કે ગુજરાતમાં જૈનો સાથે નિકટ સંબંધ છતાં મેવ આનંદશંકર બાપુભાઈ જેવી એકાદ બે વ્યક્તિ જ સામાન્ય પરિચય ધરાવે છે. તો પછી ગુજરાતની બહારનાઓની તો વાત જ શી ?
જો તિલકમંજરી મૂળગ્રંથ સંસ્કૃત ટીપ્પણ કે ઈગ્લીશ નોટ સહિત શુદ્ધ રીતે બહાર પડે તો યુનિવર્સીટીમાં કાદંબરીને સ્થળે પર્યાયથી રાખી શકાય અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને એક નવીન જાણવાનું મળે.
લિ. પ્રભુદાસ બેચરદાસ પારેખ
(અસ્ત)