________________
૩૯
દેવ અને મનુષ્યો સાથે સગપણનો સંબંધ પણ રહેતો નથી. યદ્યપિ ! પૂર્વભવનો સંબંધ હોય છે. પણ ચાલુ ભવના સંબંધ હોતા નથી. દેવમંત્ર કે ઔષધીના પ્રભાવથી માનુષી શરીર વિકૃતી પામીને તિર્યંચ જાતિ બનવાના ઘણા દાખલાઓ જૈનશાસ્ત્રમાં મળે છે. પણ
ખ્યાલ રાખવાનું કે તે શરીરમાંથી જીવ બહાર નીકળીને બીજું તિર્યંચ જાતિનું શરીર ધારણ કરે એમ મનાતું નથી. એમ બન્યા પછી તે ને તે શરીરે પાછો મનુષ્ય ન થાય આ ખાસ નિમય જોવામાં આવે છે. વૈશમ્પયન પોપટ થાય છે. પણ માનુષી શરીર ત્યાગીને. તેવી જ રીતે આ કથામાં ગંધર્વકને પોપટ બનાવવામાં આવે છે. પણ એના શરીરની વિકૃતી થાય છે. આવો બનાવ કાદંબરીમાં પણ છે. કપિંજલ ઘોડો બને છે. વળી તળાવમાં પડી કપિંજલ રૂપે બને છે. આ બનાવ ગંધર્વક જેવો જણાય છે.
જાતિસ્મરણ જ્ઞાન, મુનિદેશના, પૂર્વભવ કથન વગેરે જૈન કથાઓના અચૂક પદાર્થો આમાં સંકળાયેલા છે. આ કથા, જૈનશૈલી માટે વાદી વેતાળ શ્રી શાંતિસૂરીશ્વરે શોધી છે. નહીં કે કાવ્યદૃષ્ટિથી. કવિએ કવિતાઈ તો ખૂબ ખીલવી છે. આ સંબંધમાં મુનિ મહારાજ જિનવિજયના શબ્દો પૂરતા છે.
બાણની કાદંબરી જેવી વિસ્તૃત ગદ્યમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બને કવિના કલ્પેલા હોવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નૉવેલ જ કહી શકાય. અયોધ્યાનગરીના મેઘવાહન રાજા હરિવહન કુમાર કથાનો મુખ્ય નાયક અને વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા રથનૂપૂર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિદ્યાધરની કુમારી તિલકમંજરી મૂખ્ય નાયિકા છે. આ બન્ને દંપતિને અગ્ર કરી કવિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીનો વૃત્તાંત સાંધી કથાની વિસ્તૃતી અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મસંબંધી