________________
રાજાની અસહૃદયતા સ્પષ્ટ રીતે આ શ્લોક સૂચવે છે. કદાચ ધનપાળના સંબંધમાં આ બનાવ ન બન્યો હોય, બીજા કોઈ રાજાને કવિના સંબંધમાં બન્યો હોય અને ધનપાળ પરક દંતકથામાં જોડાયો હોય. તેનો ઉલ્લેખ ચરિત્રગ્રંથોમાં હોય. આમ કલ્પના કરીએ તો એ શ્લોક ગ્રંથદાહના ઠપકા પરક ખરો. ભોજરાજ જેવો સહૃદયી આવું અપકૃત્ય ન કરે એ અનુમાનને પણ પૂરી મળે અને તે સંબંધમાં કવિનું મૌન આપણને મદદ આપે. આમાં ખાસ પ્રમાણને અભાવે કંઈ ચોક્કસ કહી શકાતું નથી.
આ કથાનું મૂળ શેમાંથી લેવામાં આવ્યું છે. તે જાણી શકાતું નથી. કવિ લખે છે કે, “નિનામો' જિનના આગમમાં કહેલી કથા સાંભળવાની ઈચ્છાવાળા રાજાના વિનોદ માટે બનાવી. આ સ્થળે વિનામો નો શો અર્થ કરવો ? જિનાગમમાં કહેલી, કે જિનાગમમાં કહેલા તત્વજ્ઞાન પ્રમાણે (જૈનશૈલીથી) બનાવેલી ? પહેલો અર્થ લેવાનું આપણી પાસે હાલ કંઈ પ્રમાણ જણાતું નથી. એટલે બીજો અર્થ લેવો વધારે ઠીક લાગે છે. વૈદિક કથાશૈલી અને જૈન કથાશૈલીમાં અમૂક અમૂક લાક્ષણિક ભેદ છે. એ આગળ પર બતાવીશું.
કાવ્યરચના અપૂર્વ છે. તે સંબંધમાં આગળ લખીશું. પણ તેમાં તેણે જૈનશૈલી બહુ જ ખુબીથી ગોઠવી છે. એ રચના જૈનશાસ્ત્રના સારા પરિચયની સાક્ષી આપે છે. કાદંબરીમાં જેમ કથાબીજ તરીકે પંડરીકની વીસંસ્થલાવસ્થા છે. પુંડરીક મહાશ્વેતા તરફ ન આકર્ષાયો હોત તો આખી કથા ઉત્પન્ન જ ન થઈ શકત. સાહિત્ય દૃષ્ટિથી કાદંબરીકારનું આ કથાબીજ બહુ જ મનોરમ્ય જણાય છે. ધનપાળની કથામાં પારમાર્થિક દૃષ્ટિથી સુગ્રાહ્ય બીજ રાખેલું છે. જ્વલનપ્રભ દેવ