________________
૩૬
ભોજકૃત કથા દહન, પુત્રીકૃત પુનઃસંધાન વગેરે બાબતોમાં ચરિત્ર ગ્રંથોમાં લખેલી હકીકત સિવાય બીજું પ્રમાણ જણાતું નથી. એટલે એ વાત માનવામાં આંચકો ખાવો પડે છે. કવિએ પણ સ્વય ઉલ્લેખ કર્યો નથી. માત્ર ચરિત્રગ્રંથમાંનો એક શ્લોક કંઈક સાક્ષી આપે છે ખરો. તિલકમંજરીના દાહ પછી ધનપાળ રાજયસભામાં જતો નહીં. તેવામાં અચાનક મેળાપ થતાં ભોજે પૂછ્યું કે કેમ કંઈ ગ્રંથ રચો છો ? જવાબમાં ધનપાળે કહ્યું
आरनालगलदाहशङ्कया मन्मुखादपगता सरस्वती । तेन वैरिकमलाकचग्रहव्यग्रहस्त ! न कवित्वमस्ति मे ॥
આ શ્લોકમાં દાહની શંકાથી મારા મુખમાંથી સરસ્વતી ચાલી ગઈ છે. દાહની શંકા ભોજરાજકૃતગ્રંથ દાહના અપકૃત્યના ઠપકારૂપે હોય, કદાચ ગ્રંથ બાળ્યો એટલે સરસ્વતીને પણ વિચાર થયો કે કદાચ ભોજરાજ મારે રહેવાના સ્થળગાળાને પણ દાહ લગાડે એટલે તે ચાલી ગઈ છે. એમ કહેવામાં ગ્રંથ દાહ વ્યંગ્યાર્થથી જણાય છે. રાજાના આ કૃત્યથી તે સહૃદયી ગણાતો હતો, તેમાં પણ ક્ષતિ થઈ. એવું ઉત્તરાર્ધમાં સૂચન જણાય છે. શત્રુઓની લક્ષ્મી આકર્ષવામાં વ્યગ્ર હાથવાળા હે રાજનું હું કવિરાજ નથી. તમે લડાઈ કરવામાં શૂરા ક્ષત્રિય છો. સાહિત્યમાં શું સમજો ? તમારા હાથ કઠોર છે. એટલે હવે તમારા જેવા સામે હું કવિ તરીકે જાહેર જ થતો નથી. આ શ્લોકમાં રાજાને સખત ઠપકો છે. આ ઉપરથી તિલકમંજરીનો દાહ થયો હોય એમ માનવાને કારણ મળે છે. હવે ભોજ પ્રબંધમાંઆ શ્લોક, કોઈ વિદેશી કવિ ભોજરાજની સભામાં આવ્યો. સભામાં મોટા મોટા કવિઓ જોઈ તે બિચારો ડઘાઈ ગયો. અને ઉત્તર પ્રમાણે પોતે કવિ નથી પણ એક સામાન્ય માણસ છે એવું જાહેર કરે છે. પણ એ વાતને આ શ્લોકાર્થ અનુરૂપ નથી જાણતો. ગ્રંથદાહ અને