________________
૪)
જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જૈન વિચારો અને સંસ્કારો કથાના પાત્રોમાં પૂર્યા છે. શક્કાવતરતીર્થ, યુગાધિજિન મંદિર, વલનપ્રભ નામા વૈમાનિક દેવ, વિદ્યાધર મુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢ્ય પર્વત, અષ્ટાપદ પર્વત મહાવીર નિર્વાણ મહોત્સવ અને સર્વજ્ઞ એવા જયંતરસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન-ઈત્યાદિ પ્રબંધોથી જૈન-જગત્ની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યાનાં વર્ણનીય અંગો-જેવા કે, નગર ઉદ્યાન, પર્વત, અરણ્ય સમૂદ્ર, સરિત્ સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલોક, અંધકાર, સમયવર્ણન, યુદ્ધ અને નૌકા આદિનાં વર્ણનો,-અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યા છે. પ્રાકૃતિક દૃશ્યો અને વસ્તુ-સ્વભાવો બહુ જ સુંદર અને સુક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણ પોષવામાં આવ્યું છે.
પ્રભાવ વરિત્ર' ના લેખક કહે છે કે “રસાન નવ પૂરાં કોટિ પ્રપિતા: વિવIિ' તેમાં અત્યુક્તિનો લેશ પણ સહૃદય વાચકને જણાતો નથી. કાવ્ય મધુલોલુપ રસિક-ભ્રમરોને ચિત્ત-વિનોદ માટે ષડઋતુના પુષ્પોથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વર્ણનો અને દીર્ઘ-સમાસો કાવ્યમર્મજ્ઞના કોમલાન્ત:કરણને જ્યારે કદંકિત કરે છે ત્યારે, તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્તનો અને સરલ વાક્યો સ્મરણ-સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે અંકિત થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યાં કરે છે. શબ્દની લલીનતા અને અર્થની ગંભીરતા મનોજ્ઞ મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખથી વિવેકી વચનનની વૃત્તિ સન્માર્ગ-સ્ત્રોત તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના સ્વરૂપને પ્રકટ કરનારા માર્મિક ઉપદેશોથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિર્વેદના અંકુરો ઉદ્દગમે છે. યથોચિત સ્થાને આવેલા પ્રસંગોથી વાચકની વિચારશ્રેણી ક્ષણમાં શંગારરસમાં