________________
IV
ધનપાળ કવિની અન્ય કૃતિઓ
| ઉપલબ્ધ ૧. ઋષભ પંચાશીકા-આ ગ્રંથ પચ્ચાસ ગાથા પ્રમાણનો પ્રાકૃત ભાષામાં છે. તેમાં ઋષભદેવ પ્રભુના ચરિત્રને અંગે અદ્ભુત ગુણોની સ્તુતિ છે. અર્થ ગાંભીર્યની બાબતમાં તો પૂછવું જ શું ? છાયા સહિત નિર્ણયસાગર પ્રેસ તરફથી કાવ્યામાળા સપ્તમ ગુચ્છમાં છપાયેલ છે. અને નાની અવચૂરિ અને ગુજરાતી ભાષાંતર સહિત જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પણ બહાર પડેલ છે."
૨. પાઈઅલચ્છી નામમાળા-મંગળાચરણ પરથી પંડિત બહેચરદાસનું અનુમાન છે કે જૈન ધર્મ સ્વીકાર્યા પહેલાં કવિએ આ ગ્રંથ બનાવ્યો હોય એમ ગણવામાં આવે છે. પ્રાકૃત શબ્દોનો કોષ છે. પ્રથમ ગવર્નમેન્ટ તરફથી છપાયો હતો. હાલ ભાષાન્તર અને સૂચિપત્ર સહિત બી.બી. એન્ડ કંપની, ભાવનગર તરફથી બહાર પડેલ છે.
સંભવિત૧. શોભન સ્તુતિ પર ટીકા–ધનપાળના લઘુબંધુ શોભન મુનિએ ગૌચરી જતાં આ યમકમયસ્તુતિચતુર્વિશતિ બનાવી છે. તેના પર ઘણી જ ખુશીથી કવિએ વિસ્તૃત ટીકા લખી છે. એમ શ્રીપ્રભાવક ચરિત્રકાર કહે છે. મહારાજ શ્રી જિનવિજયજી સૂચવે છે કે “પાટણ હાલાભાઈના ભંડારવાળી ટીપમાં પ્રાયઃ આ ટીકા મારા વાંચવામાં
આવી છે.'
૧. સંભળાય છે કે આ સ્તુતિ મંદિરમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય બોલ્યા.
તે સાંભળી કુમારપાળ રાજાએ પ્રશ્ન કર્યો “આપ શ્રાવકની બનાવેલી સ્તુતિ કેમ બોલો છો ?'' “રાજન્ ! કવિ ધનપાળ સિદ્ધ સારસ્વત કવિ છે. તેની રચના ગંભીર અને આદરણીય છે. જેથી તે બોલવામાં કોઈપણ જાતની અડચણ નથી.