________________
૪૩
આ ભાવ મંગલથી કથાનો મંગલમય પ્રારંભ થાય છે. ૭માં કાવ્ય સુધી પોતાના અભિષ્ટ દેવ એવા જિનેશ્વરની તથા શ્રત દેવતાસરસ્વતીની સ્તવના કરી છે. તે પછીના ૧૧ શ્લોકમાં સુક્તીઓની પ્રશંસા અને ખલજનોની નિંદા તથા સુકાવ્યનું સંકીર્તન અને દુષ્ટ કવિતાનું દોષોદ્ધાટન કરવામાં આવ્યું છે. કવિ અને કાવ્યોના વિષયમાં કથાકાર કહે છે, કે:
"स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् । मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ॥ काव्यं तदपि किं वाच्यमवाञ्चि न करोति यत् । श्रुतमात्रसमित्राणां वक्त्राणि च शिरांसि च ॥"
અર્થાત્-માધુર્ય ગુણ દ્વારા સ્વાદુતાને પ્રાપ્ત થયેલી જેમની વાણીઓ, પશુઓના મનને પણ જો હર્ષિત નહીં કરે તો શું તેઓ પણ પૃથ્વીમાં કવિ કહેવડાવવા લાયક છે ?! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણમાત્રથી જ જો શત્રુઓના મુખ અને મસ્તક નીચા નહીં થઈ જાય ?!! ૧૯માં શ્લોકમાં ‘ત્રિપટ્ટી' ધારક શ્રી ઈદ્રભૂતિ ગણધરને નમસ્કાર છે. ૨૦માં શ્લોકમાં આદિ કવિ તથા રામાયણ અને મહાભારતના કર્તા, મહર્ષિ વાલ્મીકી અને વેદવ્યાસને વંદન કરવામાં આવ્યું છે ! પરમાઈત એવા એ કવિશ્વરની ગુણાનુરાગતા તરફ જરા હાલના સંપ્રદાય રસિકોએ જોવું જોઈએ. આ પછીના બે શ્લોકમાં, ગુણાઢ્ય કવિની વૃથા ની કથા ને પ્રવરસેનના સેતુબંધ મહાકાવ્યની પ્રશંસા છે. ૨૩માં શ્લોકમાં, પાદલિપ્તાચાર્યની બનાવેલી તાંવિતિ કથા ગંગાની માફક પૃથ્વીને પાવન કરનારી કહી છે. ૨૪માં ‘નવવસૂરિ' ના પ્રાકૃત પ્રબંધોની પ્રશંસા છે. પછીના ચાર શ્લોકોમાં ક્રમથી, કાલિદાસ, બાણ, માઘ અને ભારવિ કવિને વખાણ્યા છે. ર૯માં શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરિના સમદ્વિત્ય ચરિતનો મહિમા છે. ૩૦મું પદ્ય મહાકવિ ભવભૂતિના