________________
૩૧
આ સમસ્યા અનેક રીતે ધર્મે પુરી. પણ એકે માન્ય ન થઈ, છેવટે નીચે પ્રમાણે પુરી
वणिग्वच्चाक्रन्दत्विषि शकुनिकोलाहलगणे निराधारास्तारास्तदनु च निमज्जन्ति मणयः 112 11
આ શ્રુતિકટુ ચંદ્રાસ્ત વર્ણનમાં ન્યૂનોક્તિદોષ આવેલો હોવાથી વિદ્વમાન્ય ન થઈ. ચીડાયો. “સમસ્યા પર પડો વજ્ર !''
ધનપાળે સમસ્યા પુરી
असावप्यामूलत्रिटितकरसन्तानतनिक:
प्रयात्यस्तं स्रस्तः सितपट इव श्वेतकिरणः ॥ १ ॥
ધર્મનું મોં પડી ગયું. ભોજરાજના હૃદયમાં હર્ષ ઉભરાઈ આવ્યો. ધનપાળના કહેવાથી ધર્મને લાખ સૌનેયા આપવા લાગ્યા. ધર્મે આનાકાની કરતાં કહ્યું
જ્યારે કેટલાક માણસો ગર્વિષ્ઠ થઈ દાન આપવા બેસે છે, અને અમે કઠોર થઈ તે લેવા હાથ નીચો કરીએ, એ કેટલી નીચ બાબત છે. માટે હું અસારધન લેવાનો જ નથી. માનભંગ થયા પછી તો ધન લેવાય જ કેમ ?'' ધનપાળ તરફ ફરી જગતમાં કવિ ધનપાળ ! એક તમને જોયા, તમારા સિવાય હાલ બીજો કોઈ વિદ્વાન નથી. એ મારા મનમાં નક્કી થયું
कविरेकोऽपि धनपालो धियां निधिः ।
इति प्रतीतं मच्चित्ते, बुधो नास्ति नु निश्चितम् "
ધનપાળ—“નહીં, નહીં, એવું ન કહેતા, અણહિલપુર પાટણમાં શ્રી વાદિવેતાળ શાંતિસૂરિ મહાન્ વિદ્વાન છે.'
પછી કવિએ અને રાજાએ આશ્વાસન આપ્યું. ધનપાળે પાટણ તરફ રવાના કર્યો.