________________
૨૯
કવિરાજ ! આપ મોટાભાઈ છો. હું નાનો છું. કારણ કે શ્રીમુંજે આપને પુત્ર તરીકે સ્વીકાર્યા હતા. મારા બોલવા સામું આપ વિંડલને જોવાય ?
તો પણ, જોકે આપે અમારા પરથી માયા ઉતારી, અમોને તજ્યા, અવંતી પણ તજ્યું, છતાં જય પરાજયનું સ્થાન તમારું અવંતી જ છે. એ ચોક્કસ માનજો. તેથી મારી ખાતર આવો યા ન આવો, તેની મને ચિંતા નથી, અને તે માટે મારો આગ્રહ પણ નથી.
પરંતુ આ કૌલમતનો તાપસ ધારાની સભા જીતી જશે, એ તમને રુચતું ન હોય, તો આ પત્ર દેખતાં તુરત આવો. આ સિવાય વધારે હું આપને કંઈ પણ કહી શકતો નથી. સામાન્ય પણ માણસ અવસર આવ્યે થોડામાં ઘણું સમજી જાય, આપ તો મહાવિદ્વાન છો. એજ’’
ધનપાળના હૃદયમાં સ્વદેશ પ્રેમ ઉછળ્યો. તુરત તે ધારા તરફ રવાના થયો. સહૃદયી ભોજ પગે ચાલી સામે ગયા. બન્ને મિત્રો ભેટ્યા.
ભોજ-મારો અપરાધ માફ કરો.”
ધનપાળની આંખોમાં હર્ષાશ્રુ આવ્યા.
“મહારાજ ! હું બ્રાહ્મણ છું છતાં જૈન છું. નિસ્પૃહ છું અને તેઓના વ્રતો પાળવા ઉત્સુક છું. તેમાં (નિવૃત્તિપ્રધાન ધર્મમાં) મારું ચિત્ત લાગેલું હતું. તેથી આવવાની ઈચ્છા ન હતી. બાકી માનાપમાન તો મારે સમાન જ છે.''
“મને પણ કોઈ જાતનો અણગમો નથી. પણ, ધનપાળ! તું જીવતાં આ કૌલ આપણી ધારાની સભા જીતીને જાય, આ પરાભવ તારો છે, એ મને સાલે છે.''