________________
૨૭ હું પણ સીધો પૂર્વ ગંગાના (પ્રાય:નર્મદા) કિનારા તરફ ચાલ્યો ગયો. ફરતાં ફરતાં અકસ્માત્ મારા મુખમાંથી સિદ્ધ સારસ્વત કાવ્ય નીકળ્યું –
एते मेकलकन्यकाप्रणयिनः पातालमूलस्पृशः संत्रासं जनयन्ति विन्ध्यभिदुरा वारां प्रवाहा: पुरः । हेलोद्वर्तितनर्तितप्रविहतव्यावर्तितप्रेरित-- व्यक्तस्वीकृतनिनुतप्रकटितप्रोद्भूततीरद्रुमाः પછી હોડીમાં બેસી ઘેર ગયો. મારા બાપે પૂછવું–
કેમ સવારમાં ક્યાંથી આવ્યો ?” એમ કહી મારા મા-બાપે મારા પર હાથ ફેરવ્યો. ભાઈએ પ્રણામ કર્યા. બેન હર્ષભેર ભાઈ ભાઈ કરતી આવી. બધાને રોકડું પરખાવ્યું.
मातर्मा स्पृश मा स्पृश, त्वमपि मे मा तात ! तृप्तिं कृथाः भ्रातः किं भजसे वृथा, भगिनि किं निःकारणं रोदिषि। निःशङ्कं મતિનાં ઈત્યાદિ.
હું કૌલ મતનો છું. માટે મારો સ્પર્શ ન કરો. એમ કહી ઘેરથી નીકળી રાજન તમારી સભા જીતવા આવ્યો છું. આ રીતે મારો ગુરુ ક્ષેત્રપાળ છે. કોણ મારી સામે આવી શકે તેમ છે ?”
રાજા વિચારમાં પડ્યો. દરેક વિદ્વાનો ઝાંખા થયા.
“મિત્ર ધનપાળ ! આ વખતે તું ક્યાં છો ?'' એકાએક રાજાના હૃદયમાં ધનપાળ યાદ આવ્યો.
“વાદીરાજ ! અમારા મહાવાદી બહાર ગામ ગયા છે. તેઓને બોલાવવા આજે માણસો મોકલું છું. તેઓ આવે ત્યાં સુધી આપ અહીં રાજયતિથિ થઈ રહો.”
ધનપાળની શોધ કરવા ચારે તરફ માણસો મોકલ્યા. છેવટે તેનો પત્તો લાગ્યો કે અમુક ઠેકાણે છે.