________________
“એમ નહિ સમજાય, સાંભળો
મારા પિતાનું નામ સુરદેવ, માતાનું નામ સાવિત્રી. અમે ત્રણ ભાંડુઓ છીએ. મારા ભાઈનું નામ શર્મ, ને બેનનું નામ ગોમતી હતું. બચપણમાં આપણે મોટા તોફાની હતા. કમાવાની તો વાત જ શી ! બાપા કંટાળ્યા.
“ભાઈ ! કમાઓ. કંઈક કમાઓ. પૈસા વિના અનાજ મળતું નથી. પછી અમે તારું પેટ શી રીતે ભરીએ ?'
“પેટ ન ભરો તો કાંઈ નહીં. આ ઘરમાં રહેવું જ છે કોને !”
એમ કહી ભાઈ ઘેરથી નીકળ્યા. બાલ્યવય તેમાં વળી છાગટા ભાઈબંધો, પછી પૂછવું જ શું ? કોઈ નોકરીમાં પણ ન રાખે. કેમકે ભાઈ બધે લક્ષણે પૂરા જ તો. છેવટે એકને ત્યાંના ખેતરનું રખોપું રાખ્યું. ખેતરમાં પડ્યા રહીએ. પટેલનું ભાત આવે તેમાંથી ખાઈએ. પણ ખેતરના પાળા પર પ્રતિષ્ઠિત ખેતરપાળની પૂજા કર્યા વિના અન્ન-પાણી લેવું હરામ.
એક દિવસે પટેલને ઘરે ગયો. મને આંજે ત્યાં જ જમી લેવા પુષ્કળ આગ્રહ કર્યો. ' કહ્યું – “ક્ષેત્રપાળની પૂજા કર્યા વિના હું ખાવાનો નથી. માટે પૂજા કરી આવું.” એમ કહી ખેતરમાં આવ્યો. પૂજા કરી. ખેતરની બહાર આવી ઉભો હતો. તેવામાં ક્ષેત્રપાળની શક્તિથી ઉત્પન્ન થયેલી એક નગ્ન યોગીની જોઈ. તેણે એક શેરડી માગી. મેં બે આપી. તેણે શેરડી ખાધી, મને પૂછ્યું -“તું મારાથી શરમાય છે ?”
“ના”
એટલે તેણે રસનો કોગળો મારા મોંમાં નાખ્યો અને મારે માથે હાથ મૂકી ચાલી ગઈ (અદશ્ય થઈ).