________________
૨૦
ભોજે બરોબર તપાસ કરાવી. તો તે પ્રમાણે જ હતું. ધનપાળને જય થયો.
આ અને બીજા પણ કેટલાક પ્રસંગો છે. પણ બહુ વિસ્તાર થવાથી આપ્યા નથી. જીજ્ઞાસુઓએ પ્રબંધચિંતામણી પ્રભાવક ચરિત્ર વગેરે ગ્રંથોમાંથી જોઈ લેવા.
ધનપાળે કેટલુંક ધન સાથે માર્ગે ખચ્યું. આદીશ્વર પ્રભુનું એક મંદિર કરાવ્યું, તેની પ્રતિષ્ઠા શ્રી મહેન્દ્રસૂરિ પાસે કરાવી. પ્રતિષ્ઠા વખતે “નયે નતુuપાયેવ-'' ઈત્યાદિ શ્લોકથી શરૂ થતી ધનપાળ પંચાશિકા બનાવી. ભોજરાજના ખાસ આગ્રહથી તિલકમંજરી કથા બાર હજાર શ્લોક પ્રમાણે બનાવી. તેમાં સતત તેનું ધ્યાન લાગેલું હતું. ખાવા પીવાનું પણ ભાન નહોતું. શ્રી મહેન્દ્રસૂરિને કથા શોધવા વિનંતિ કરી. તેઓએ વાદિવેતાળ શાંતિસૂરિ પાસે શોધાવવાની સલાહ આપી. ધનપાળ પછી ગુજરાતમાં અણહિલપુર પાટણ ગયા. ત્યાં જઈ વાદિવેતાળસૂરિને માળવે આવવા વિજ્ઞપ્તી કરી. તેઓ પણ સંઘની આજ્ઞા લઈ માળવા દેશમાં ગયા. ત્યાં ભોજરાજને અને તેની સભાને વિદ્વત્તાથી છેક કરી નાંખ્યા. તિલકમંજરી ગ્રંથ શોધી આપ્યો. પછી તેઓ ત્યાંથી વિહાર કરી પાટણમાં આવ્યા.
રાજસભામાં જઈ ભોજ સમક્ષ ગ્રંથનું વાંચન શરૂ કર્યું. રચના અત્યન્ત રસીક હોવાને લીધે કહેવાય છે કે ભોજરાજે પુસ્તક નીચે કચોળું મૂકાવ્યું. “રખેને રસ ઢળી ન જાય.” ગ્રંથ વાંચન પુરું થયું. ભોજરાજ ઘણો જ ખુશ થયો. કવિને કહ્યું –
મિત્ર ! કવિકુળચક્રિ ! આ કથામાં કેટલેક સ્થળે પરાવર્તન
૧. આ ગ્રંથ નિર્ણયસાગરમાં કાવ્યમાળા સપ્તમ ગુચ્છકમાં અને જૈન પ્રસારક
સભા તરફથી ભાષાન્તર સહિત છપાયેલ છે.