________________
ધનપાલ
૧૮
स एष भुवनत्रयप्रथिसंयमः शङ्करो बिभर्ति व साधुना विरहकातरः कामिनीम् । अनेन किल निर्जिता वयमिति प्रियायाः करं करेण परिताडयन् जयति जातहासः स्मरः ॥
(પ્રિયે ! ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ સંયમી ભગવાન શંકર પણ વિરહાકુળ થઈ પાસે સ્ત્રી રાખે છે. કહે, એને પણ આપણે કેવા જીતી લીધા છે ? લે તાળી. એમ કહી ખુશી થયેલો સ્મર રતિના હાથમાં તાળી દે છે.)
એક દિવસે રાજાએ ધનપાળને કહ્યું
“ધનપાળ ! તું સાચું બોલે છે તેની શી ખાત્રી ? કંઈ પ્રયોગ બતાવ અથવા ઠીક, આ સરસ્વતીકંઠાભરણના ચાર બારણામાંથી કયે બારણેથી હું બહાર નીકળીશ ?” રાજાની ધારણા એ હતી કે ચારમાંથી ગમે તે બારણેથી નીકળવાનું કહેશે જે કહેશે તે સિવાયના બીજે બારણેથી નીકળી ધનપાળને જુઠો પાડવો. ધનપાળે જુદો રસ્તો લીધો.
અર્હચૂડામણિ ગ્રંથને આધારે ‘બુદ્ધિમાત્રા ત્રયોદ્દી'' એ પ્રકરણ ઉપરથી રાજાના પ્રશ્નનો જવાબ ભોજપત્ર પર લખી માટીના પિંડામાં મૂક્યો. અને પોતાને ઘેર ગયો.
રાજાને વિચાર થયો. “ચાર બારણામાંથી ગમે તે એક બારણું
૧. અર્હચૂડામણિ-આ ગ્રંથને માટે એમ સંભળાય છે કે તેમાં ત્રિકાળ વિષયકજ્ઞાન થઈ શકે તેવા પ્રયોગો છે. સાંભળવા પ્રમાણે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીમાં બે ટીકા સાથે કેટલોક ભાગ છે. તેના પરથી ઉદ્ધત ચંદ્રોન્સીલન નામનો ગ્રંથ છુટે છવાયે સ્થળે મળે છે. તેમાં ૪૫ પ્રકરણ છે. શરૂઆતની સંજ્ઞા કંઈક ક્લિષ્ટ છે. જે જોવામાં આવી છે તે પ્રતો અશુદ્ધ વધારે છે. એટલે સંકલિત કરવી મુશ્કેલ પડે છે.
લેખક.