________________
૨૨
" मालविउसि किमन्नं मन्नसि कन्नेण निच्चइतंसि । धनपालंपि न मुंचसि पुच्छामि सवंचणं कत्तो ( ? )
(એક સ્થળે આવો ઉલ્લેખ છે—‘ઘણા ઘણા ગ્રંથો બનાવી તમારા નામ પર ચડાવ્યા છતાં રાજન્ ! આપને સંતોષ ન થયો ? અને રસાઢ્ય કથામાં રસક્ષતિ કરવાનું પણ ચૂકતા નથી ?' આ પ્રમાણે ઉલ્લેખ હોવાથી ભોજરાજને ધનપાળે કેટલાક ગ્રંથો બતાવી આપ્યા હશે ? અને ભોજની ગ્રંથકાર તરીકે પણ પ્રસિદ્ધિ કરાવી હશે ? આવો સંદેહ ઉપસ્થિત થવો સ્વભાવિક છે.)
ખરેખર ધનપાળને આથી એક મોટો આઘાત થયો. બાણભટ્ટ પછી આવો ગ્રંથ લખવાનું કોઈએ સાહસ ખેડ્યું નહોતું. કેમકે ગદ્ય કરતાં પદ્ય રચના કવિઓને સહેલી પડે છે. એટલા જ માટે સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય ગ્રંથો વિરલ છે. કાદંબરી કરતાં પ્રમાણમાં મોટો, અપૂર્વ કલ્પતા ભંડાર, અને તેના પૂર્વના ગદ્યકારોમાં આવેલા દોષોથી દૂર રહેલો, જીવન સર્વસ્વ ગ્રંથ ક્ષણવારમાં હતો નહોતો થઈ ગયો ને ધનપાળ ઘરે ગયો. ચહેરો ઉતરી ગયો હતો. ખાવું-પીવું, સ્નાન, પૂજા તો સાંભળે જ શાની ? બેઠકમાં જઈ જાજમ પર પડ્યો. અને લાંબો થઈ ઉંચુ ઘાલી સુતો, કોઈ સાથે બોલતો નહિ, જવાબ આપતો નહિ. તેમ ચિંતાને લીધે ઉંઘ પણ શેની આવે ?
તેવામાં લાડકવાઈ તેની પુત્રી આવી. તેની ઉંમર નાની હતી. તેનું મૂગ્ધમુખ જોનારને મનેમૂગ્ધ બનાવતું હતું. અને તેના તરફ વાત્સલ્ય ઉત્પન્ન કરાવતું, તેના નેત્રો અને લલાટ તીક્ષ્ણ બુદ્ધિની સાક્ષી પુરતા હતા. બાપુ હજી આવ્યા નહીં, ભોજનનો અવસ૨ વીતવા આવ્યો, સ્નાન પણ કર્યું નથી. શું થયું હશે ? આ ચિંતાથી તે ઉતાવળી ઉતાવળી આવતી હતી, અને તેની ચપળ આંખ પિતાને શોધતી હતી. પ્રથમ તો સ્મિતમુખે પાસે આવી. પણ કુદરત સાથે ખેલતા સદા આનંદી પિતાનું અવસ્થાન્તર તેના ખ્યાલમાં એકાએક