________________
૧૫
હશે ? આવું પરસ્પર વિરુદ્ધ વર્તન પોતાના સ્વામીનું જોઈ બિચારા ચિંતામાં પડેલા ભૂંગી આટલું બધું દુર્બળ શરીર ધારણ કરે છે.]
એક વખત વ્યાસ, યાજ્ઞવલ્કય સ્મૃતિનું વ્યાખ્યાન કરતા હતા. ભોજરાજ તે એક ચિત્તે સાંભળતા હતા. ધનપાળ આવી પાછો વળ્યો. ઉભો રહ્યો. રાજાએ પૂછ્યું –
“શું શ્રુતિસ્મૃતિ પર તને અવજ્ઞા આવી એટલા માટે સાંભળતો નથી ?”
“એ ગ્રંથને જાણું છું, તેમાં પરસ્પર વિરુદ્ધ વાત આવે છે. એવી વાતો સાંભળી નકામી શા માટે મગજમારી કરવી ?”
“કેમ ?”
“વિષ્ટા ખાનારી ગાયોનો સ્પર્શ પવિત્ર, પીપળાનું ઝાડ વંદ્ય, બ્રાહ્મણોને જમાડી બકરાનો વધ પિતૃઓને સ્વર્ગમાં લઈ જાય, કપટી દેવો આદેશ દેવ, અગ્નિમાં નાખેલું બળીદાન દેવોને રાજી કરે છે. આવી પરસ્પર વિરુદ્ધ વાત શું સમજાતી નથી ?”
એક દિવસે યજ્ઞમંડપ પાસેથી બન્ને મિત્રો જતા હતા, તેવામાં હોમવા માટે બાંધેલો બકરો કરૂણ ચીસ પાડતો હતો. ભોજે પૂછ્યું
“મિત્ર ! આ શું બોલે છે ?”
હું એની ભાષા સમજ્યો છું. એ કહે છે કે-હું અજ (વિષ્ણુ) છું મને શા માટે મારો છો ?
વળી હું સ્વર્ગ ઈચ્છતો નથી, તેને માટે મેં તમારી પ્રાર્થના પણ કરી નથી. માત્ર ઘાસ વગેરે ખાઈ સંતોષ માનું છું. માટે ઓ ! સત્પુરુષ આ કામ તને લાયક નથી. જો યજ્ઞમાં મારેલા પ્રાણીઓ સ્વર્ગમાં જતા હોય તો તમારા માતા, પિતા, પુત્ર અને કુટુંબીઓને સ્વર્ગમાં મોકલવા તેઓનો યજ્ઞ કેમ કરતા નથી ?'