________________
૧૦
‘શા માટે નહીં ? હું આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. હું એટલો બધો વિદ્વાન કે ડાહ્યો નથી. એટલે આપ કહો તે જ કરવું એવો મારો નિશ્ચય છે. આપની આજ્ઞા થતાં માત્ર હિતાહિત, લાભ હાની કે સુખ-દુઃખનો વિચાર કરવાનો જ નથી. ‘ગુરુનનવનમેવ પ્રમાળમ્'' આ જ મારું સૂત્ર છે. બીજો બધો વિવેક મોટા ભાઈને સોંપ્યો. તેથી કોઈપણ જાતની શંકા રાખ્યા વિના ખુશીથી જણાવો.''
“બેટા મારું વચન પાળવાનું છે.”
“શું ?''
ધનપાળને કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
અહો ? એમાં શી બાબત છે ? ત્યાં જવું મને બહુ ગમે છે. આ જગતના પ્રપંચમય જીવનમાંથી છુટી નિરવધી આનંદ ભોગવીશ.’’
“બસ, બેટા ! બસ.' એમ કહી સર્વદેવે શોભનને બાથમાં લીધો અને ચૂંબન લીધું.
સ્નાન ભોજનાદિ નિત્યકર્મથી પરવારી આપ ખુશીથી મને ગુરુને સોંપો, પણ હાલ તુરત આપ આનંદથી ભોજન કરો.''
શોભને મહેન્દ્રસૂરિ પાસે પ્રવ્રજ્યા લીધી. ધનપાળે આવેશમાં આવી જઈ ભોજરાજ દ્વારા એ બંદોબસ્ત કરાવ્યો કે ધારામાં કોઈપણ શ્વેતામ્બર મુનિ આવી જ ન શકે.
૩
એક વખત ધનપાળ શહેર બહાર ફરવા ગયો હતો. તેવામાં રસ્તામાં ઝાડ તળે ત્રણ માણસોને બેઠેલા જોયા. તેઓનો વેષ ધનપાળને અરુચિકર લાગ્યો. પાસે ગયો. તેમાં એક મુખ્ય તરીકે જણાતી વ્યક્તિને મશ્કરીમાં પૂછ્યું