________________
નહીં હતો. એ પત્તો એ સૂરીશ્વરે આપ્યો છે અને ભોંયમાંથી ચોરાશી લાખ સોનૈયા મળી આવ્યા છે. અને તેથી આપણી સંપત્તિ વધી છે. તે ભોગવવાનું ભાગ્ય તમારું જ છે. અને આ રીતે આપણા કુટુંબ પર એ મહાત્માએ મોટો ઉપકાર કર્યો છે.”
હા, એ હું જાણું છું.” “હા, તો પછી...” “તો પછી શું ?”
“તો પછી બદલા ખાતર તેણે આપણે આપેલું વચન પાળવું જોઈએ.”
“અલબત્ત, શું વચન આપ્યું છે.” “સંપત્તિનો અધ ભાગ આપવાનું.”
તે આપવો જોઈએ, તેમાં આટલી બધી ચિંતા શી ? મળ્યું તો આપવું છે ને ?”
એ જ મુશ્કેલી છે. તેઓ ધનના સ્પૃહાળુ નથી જ. ધનને અડકતા પણ નથી. કાંઈયે માંગતા નહોતા. પણ મેં જ બહુ આગ્રહ કરી પેટ ચોળી શૂળ પેદા કર્યું છે. હવે તે અસહ્ય થયું છે.”
તેઓ શું માગે છે ?”
“બે પુત્રમાંથી એક પુત્રરૂપ અરધી સંપત્તિ. તું મારો આજ્ઞાધીન પુત્ર છો. પણ પ્રેમ આડે આવે છે.”
શું એવા વચન અપાતા હશે ? અને પળાતા હશે ? કોઈ પોતાના પુત્ર આપી દે ? તે લોકો લુચ્ચા જણાય છે. આ રીતે છેતરીને પારકા છોકરા ઉઠાવવા માગે છે.”
“બસ, બેટા ! આ જ સંકટ છે.”