________________
માન્ય પંડિત અને કવિ આ ધનપાળ જ હતો. બીજા અનેક કવિઓ તેની સભામાં હતા પણ તે દરેકનો પ્રમુખ આ હતો.
એક વખતે ધનપાળ રાજસભામાંથી ઘેર આવ્યો. ત્યારે તેના પિતા સર્વદેવ કંઈ ઉદાસ હતા. કોઈ મહાસંકટમાં આવી પડ્યા હોય તેવી તેની સ્થિતિ હતી. આ જોઈ ધનપાળે પુછ્યું-કારણ કે પિતાના મનનું સમાધાન કરવાની પહેલી ફરજ મોટાને સામર્થ્યશાળી પુત્ર તરીકે ધનપાળની જ હતી.
પીતાશ્રી ! આપ કેમ ઉદાસી ?'
“મારે માટે એક મુશ્કેલી ઉભી થઈ છે. જેનો નિકાલ મારું મન કરી શકતું નથી અને મુંજાય છે.''
“એવું શું છે ?”
“મારે મારું વચન પાળવાનું છે. પ્રણ ન પાળવામાં યે કલંક છે. પાળવામાંયે કલંક જેવું છે.''
“વચન કોને આપ્યું છે ?”’
“જૈનાચાર્ય મહેન્દ્રસૂરિને’
“તેમની સાથે આપને શો પ્રસંગ પડ્યો ?''
“ખાસ કુટુંબની ઉન્નતિ માટે જરૂરી કામ હતું, જે તેઓથી થઈ શકે તેમ હતું.”
“શું ?''
‘તું જાણે છે કે આપણા વડવાઓ રાજ્ય માન્ય હતા. અને તેઓને દરેક પ્રસંગે લાખ લાખ સોનૈયા ઈનામ મળતુ હતું. તેથી તેઓની સંપતિ અગાધ હતી. પણ તેઓએ ક્યાં દાટી છે તેનો પત્તો