________________
તમારું ફરી ગયું છે. સ્પર્શને પણ અયોગ્ય તેમની પાસે જઈ કુળનું નામ બોળવું છે ? આપણા ચતુર્વેદવેદી વડવાઓ દરેક કરતાં ચૂસ્ત ગણાય છે. વિદ્વત્તા અને અનુષ્ઠાનોને લીધે સાંકાશ્યમાં કેટલા પવિત્ર ગણાય છે ? તે તમે નથી જાણતા? તુચ્છ સંપત્તિ ખાતર આ અકાર્ય?
“પણ હવે શું કરવું ?”
“જવા દો એ વાત, મારાથી એમાંનું કાંઈ બનનાર નથી. ભોજરાજાનો બાળમિત્ર, મારી પ્રતિષ્ઠા, ચૂસ્ત વૈદિક રાજા ભોજનો આશ્રય આ બધાનો વિચાર મારે કરવો જોઈએ. તમારા એક ખાતર પિતૃઓને નરકમાં પાડવા ? તમને ફાવે તેમ કરો. હું એ કંઈ સાંભળવા માગતો નથી.'
ધનપાળ પોતાને કામે બહાર ચાલ્યો ગયો. તેવામાં નાનો શોભન આવ્યો.
“પિતાજી ! કેમ આમ ?” કંઈ નહીં, બેટા !”
“નહીં નહીં, આપ જે હોય તે જણાવો. હું આપને આ રીતે ઉદાસ જોઈ શકતો નથી.”
“હા, એ વાત તો ખરી છે. મોટા ભાઈ પણ અગાઉ કદી આ રીતે જોઈ શકતા નહીં.”
શું મોટા ભાઈએ આપનું અપમાન કર્યું ?” “હવે એતો કંઈ નહિ. રાજ્યમાન્ય છે.”
તો પછી ઉદાસીનતાનું કારણ શું ?” “નકામું કહેવાથી શું ?”