________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
કે નહીં તેની શોધ ચલાવ્યા કરે છે. એની ઉંમરની કેટલીય તેની બહેનપણીઓ બે સંતાનોની માતા બની ચૂકી હોય તેવી ઢાંઢાં જેવડી ઉંમર છતાંય પોતાને જાણે લગ્નનો વિચાર શુદ્ધાં આવતો નથી એવા દંભનો આંચળો ઓઢી રાખે છે.
જો કે આવી છોકરીઓ પુરુષ મિત્રોમાં છૂટથી હરતી ફરતી તો હોય જ છે. ભરયૌવનમાં તેની આજુ – બાજુ પુરુષ મિત્રોનું ભ્રમરવૃંદ ગુંજતું હોય છે. એમાંથી કોઇ પુરુષ મિત્ર લગ્નનો પ્રસ્તાવ મૂકે તો ભાવ ખાય છે, મોંઘી ને મોંઘી બનતી જાય છે. તેની ચિત્તની અપેક્ષાઓ એટલી બધી વિપરીત અને વિચિત્ર હોય છે કે તે જાળામાંથી તે સ્વયં પણ બહાર આવી શકતી નથી. ફસાયેલા કરોળીયાની જેમ તરફડતી છોકરીઓની આવી અનિર્ણાયક મનોદશાનું કારણ સ્ત્રી ઉપયોગી કેળવણીનો સદંતર અભાવ છે. સ્ત્રીઓને અપાયેલા વ્યવસાય લક્ષી અનુચિત અભ્યાસક્રમોના કારણે જ લગ્ન જેવી મહત્ત્વની બાબતોનો નિર્ણય કન્યાઓ લઇ શકતી નથી. અને માતા - પિતાઓને એ અધિકાર પાછો સોંપવા માંગતી નથી.આ ચૈતાલીનીજ મુંઝવણ જુઓને.
તેને અભિષેક ગમે છે કેમ કે તેની હાઇટ અને પર્સનાલીટી સારી છે. પણ વાળ ઓળવાની ઢબ ગમતી નથી. એટલે થોડા પરિચય પછી અભિષેકને ચૈતાલીની દુનિયામાંથી વિદાય લેવી પડી. પછી અભિષેકની જગ્યા સુરેશે લીધી. હોટલમાં થયેલી પહેલી મુલાકાતમાં જ સુરેશ ગમી જાય છે. પણ પરિચય થતાં જ તેનાં સિદ્ધાંત અને ફિલોસોફી ચૈતાલીને બિલકુલ પસંદ આવતા નથી. આથી સુરેશને અંગૂઠો બતાવી નીકળી જાય છે. હવે વારો આવ્યો બકુલનો. એ ખૂબ દેખાવડો અને વાચાળ હતો. છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો અને તેની માનસિકતાનો અચ્છો જાણકાર બની લાભ ઉઠાવવામાં માહિર હતો. ચૈતાલી તેની મીઠી વાતો અને મોહક અદાઓમાં ફસાઇ ગઇ છે. પરિચય પ્રેમની નિકટ જઇ પહોંચ્યો પણ ત્યાં જ બકુલે પોતાની જ્ઞાતિની મોટા ઘરની રૂપાળી છોકરી સાથે સગાઇ કરી લેતા ચૈતાલી માટે ખાટી દ્રાક્ષ કોણ ખાય ?
|| ૨૧ ||