________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
થતો નથી.
સાધુ-સાધ્વી ભાષાસમિતિ અને વચન-ગુપ્તિરૂપ આચારનું પાલન કરતાં હોવાથી દિવસે પણ જરૂર પૂરતું જ બોલે છે અને રાત્રે તો પ્રાયઃ બોલતાં નથી, ખાસ કારણે બોલવું પડે ત્યારે અવાજ કાઢ્યા વગર અથવા એકદમ ધીમા અવાજે બોલે છે.
ઉપાશ્રયમાં ઘોડિયા-પારણાં બંધાતા નથી, તેથી રાત્રે બાળકના રડવાનો અવાજ પણ ત્યાં હોતો નથી. સાધુ-સાધ્વીઓએ પુત્રાદિક પરિવારનો ત્યાગ કરેલો હોવાથી બાળકોની બોલબેટ આદિ રમતનો અને ઘોંઘાટનો ત્રાસ તેમ જ બોલ દ્વારા થતા નુકસાનનો કે બોલ વાગવાનો ભય પણ હોતો નથી. વળી ત્યાં બાળકો દ્વારા પડતા કચરાનો પણ અભાવ હોય છે.
આમ સાધુ-સાધ્વી દ્વારા કોઈનેય ઘોંઘાટનો ત્રાસ હોતો નથી. એમનાથી રાત્રે કોઈનીય નિદ્રામાં ખલેલ પહોંચતી નથી, બીમાર માણસોને અને ભણતાં-ગણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઘોંઘાટજન્ય ત્રાસ વેઠવો પડતો નથી.
આપણા વસવાટની આસપાસ ઉપાશ્રયનું નિર્માણ કેટલું બધું લાભદાયક બની શકે, એ આપણે વિસ્તારથી વિચાર્યું.
હવે વિચારણીય બાબત એ છે કે, ઉપાશ્રયની જગ્યાએ ગૃહસ્થોને વસવાના ફ્લેટો હોય તો ત્યાં તેમના દ્વારા કચરો અને એંઠવાડ કેટલા મોટા પ્રમાણમાં પડતો હોય ? તેમના દ્વારા નખાતા એંઠવાડથી ગંદકી કેટલી બધી થતી હોય અને એ ગંદકીને કારણે માખી-મચ્છર વગેરે જીવોની ઉત્પત્તિ કેટલી બધી થતી હોય ?
બહુમાળી ફ્લેટોમાં વસનારા કમનસીબ લોકો રાંધેલી રસોઈમાંથી સુપાત્રદાનનો લાભ લાગ્યે જ પામી શકે છે. ભિખારી, ગાય, કૂતરાં, બકરાં વગેરે ભૂખ્યા-તરસ્યા જીવોને રોટલાનો ટુકડો અને પાણી પણ આપી શકતા નથી. તેઓ દાળ-શાક વગેરે વધેલી રસોઈ ઉપરથી નીચે ફેંકે છે, તેમજ
|| ૬૨ ||