________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
કમનસીબે મહેતાજી અને રસોયા સમેત રંજનબેન આવ્યા ત્યાં સુધી તો અર્ધી ગુણી ઘઉં દળાઈને બાજુએ મુકાઈ ગયા હતાં. “પુરી એક અંધેરીને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા.”કવિતાની જેમ તરત જ મહેતાજીએ ચક્કવાળાનો, ચક્કીવાળાએ રસોયાનો, રસોયાએ અનાજ ભરનાર કોઠારવાળાનો....એમ એકબીજા પર આક્ષેપોની પરંપરા શરૂ થઈ ગઈ!ગુનો કબુલ કરવા કોઈ તૈયાર ન હતા. પાંગળા બચાવો બધા કરવા લાગ્યાં. અંતે આવું જીવડાવાળું અનાજ કયારે પણ જૈન મંદિરમાંથી આવેતો તારે દળવું નહીં ને મને ફરિયાદ કરી મોકલવી. તારી ચક્કીને બદલે બીજે કયાંયે અમારું અનાજ દળાવા નહીં જાય.એની ખાત્રી રાખવી,ડરવું નહીં.”, વગેરે વગેરે ભલામણો મહેતાજી તરફથી થઈ.
આખરે છોભીલા પડેલા મહેતાજી અને રસોયો મંદિરમાં પાછા ગયા. પણ રંજનબેને એમનો પીછો ન છોડ્યો. એમણે તો મંદિરના ઉપાશ્રયમાં બિરાજતા મહારાજ સાહેબ અને મહાસતીઓને પણ આયંબિલ ખાતાની બેદરકારી વિષે વાકેફ કર્યા.આંયબિલ ખાતાનાં કોઠારમાંથી બધા અનાજના પીપડા અને પીસેલા અનાજના વિવિધ ડબ્બાઓ ખોલાવ્યા બધાનાં આશ્ચર્ય વચ્ચે દરેકે દરેક અનાજના પીપમાંથી અને ડબ્બાઓમાંથી અસંખ્ય ધનેડા, ઈયળો અને ફંદા જેવા બાદર જીવોનો ઢગલો થવા માંડ્યો. ત્યાં ઉભેલા સૌના મોં પર ગ્લાની તથા અનુકંપા છવાઈ ગઈ! સૌએ આ બાબત આકરી ટીકા કરી આયંબિલ ખાતામાં આવીને આયંબિલ કરનારા ભાણા પરથી તે દિવસે હાથ ધોઈને અધવચ્ચે ઉભા થઈ ગયા. વિપરિત વાતાવરણ જોઈને ત્યાંના અધિકારીઓનાં માથા શરમથી ઝુકી ગયા. રંજનબેનની ધાંધલ તે દિવસે ખરેખર કામિયાબ નીવડી...!
આ બનાવના બે-ચાર દિવસ બાદ મેં એમની પાસેથી પાછળનાં સમાચારો માગ્યા ત્યારે, રંજનબેને દુઃખી હૃદયે વળી એથીયે ચોંકાવનારી વાત કરી. એમણે કહ્યું કે બેન, બીજું બધું તો ઠીક, પણ તે દિવસે એ બધો
|| 3g૭ ||