________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મત મેળવવા પડે છે ને? બહુમતી સમાજ બીડી,સિગારેટ,દારૂ-ભાંગ પીએ તો નિયમાનુસાર કલ્યાણ રાજ્યમાં એ શિષ્ટાચાર ગણાય.
ગર્ભપાત કરીને આપણે કેટલી મહાન વિભૂતિઓને ધરતી પર આવતાં પહેલાં જ મારી નાંખીએ છીએ? આ દયામય કાયદો સરેઆમ બાળહત્યા જ છે. દુનિયાના અનેક દેશોમાં ફાંસીની સજા રદ થઈ છે. ખુનીઓને પણ ફાંસીની સજા આપવામાં આવતી નથી. કારણ કે જીવ લેવાનો મનુષ્યને હક જ નથી. ગર્ભપાત એ ફાંસીની સજા કરતાં વધારે ક્રુર આચરણ છે. ફાંસી જેને આપવામાં આવે છે તેનું તત્કાળ મૃત્યુ થાય છે. જયારે ગર્ભપાતમાં બાળક કલાકો સુધી તરફડીને મરે છે. ફાંસી પીડાહીન છે. ગર્ભપાતમાં બાળકનો કશો ગુનો હોતો નથી. અન્યની સલામતી માટે ગુનેગારને સમાજ ફાંસી આપે છે, જયારે પોતાના મોજશોખ, શરીર સુખ અને તરંગ ખાતર આ લોકશાહી સમાજ પોતાના સંતાનોની ગર્ભમાં હત્યા કરે છે. ફાંસીની સજા પામનારાઓ તો થોડાં વર્ષપૃથ્વી પર વિતાવ્યા હોય છે. જયારે ગર્ભમાનાં બાળકે તો હજુ ધરતી પર શ્વાસ પણ લીધો હોતો નથી. ગેસ ચેમ્બરમાં હજારો યહુદીઓને મારી નાંખનાર હીટલરને દુનિયા અપરાધી ગણતી હોય, તો પોતાના સંતાનોને મોતને ઘાટ ઉતારનારા દંપતિ નિર્દોષ કેવી રીતે લખાય? એ દંપતિઓ હિટલરના ય દાદા - દાદીઓ છે.
ગયે વર્ષે જ આપણે બાળવર્ષ ઉજવ્યું. એ વર્ષમાં આપણે કેટલા બાળકોની હત્યા કરી એ આંકડા આરોગ્ય મંત્રી જણાવે તો આપણે બાળપ્રેમ અને જીવદયાનો સાચો આંક જાણવા મળે.
આ દુનિયામાં માત્ર ત્રણ વ્યકિતઓએ જ ગર્ભપાત સામે પોતાનો અવાજ બુલંદ કર્યો છે. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને ખ્રિસ્તી ધર્મના વડા નામદાર પોપ. અન્ય જૈન ધર્મના આચાર્યાદિમુનિ ભગવંતો, ભારતના સંતો, કેટલાક વિચારકો,ચિંતકો, અને સમાજ સેવકોએ મારી જેમ પોતાના વિચારો પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ભૌતિકવાદી
TI ૩૨9 ||