________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કાચો અને કુદરતી ન્યાય :
સરકારી અને ખાનગી દવાખાનાઓના લફરાક બારણાંઓ પાછળ આવા માનવ કતલખાનાં કાયદાને આધારે ચાલી રહ્યા છે. ડોક્ટરો, મદદનીશો, નસ, સ્વીપરો, મોટીવેટરો અને સંતતિ નિયમન વિભાગના કર્મચારીઓ પોતાના વળતર માટે, પગાર ઉપરાંતની મોટી કમાણી માટે, ભૌતિકસમૃદ્ધિની ભૂખ ભાંગવા માટે વધુને વધુ મહિલાઓ ગર્ભપાત કરાવવા કતલખાનાઓમાં હારબંધલાવી રહ્યા છે. આરોગ્ય મંત્રી જે આંકડાઓ બોલ્યા છે તે તો દવાખાનાઓના છે. અંધારી ગલીઓમાં સુયાણીઓ અને ઉંટવૈદ્યોના હાથે જે ભૃણ હત્યા અને સાથે – સાથે સર્ગભા માતાઓના છાને ખૂણે મોત થતા હશે તેના આંકડા તો કોઈને કદી મળે તેમ નથી.
કુંવારી માતાઓ લોકલાજે ગર્ભપાત કરાવે છે, તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં પરિણિત માતાઓ કાયદાને આધારે છડેચોક પોતાના બાળકોની હત્યા કરે છે. બાળકો નહોતા જોઈતા લગ્ન શા માટે કર્યા?ભૂલ જ થઈ ગઈ હોય તો ભોગવતા કેમ નથી? ગર્ભાશયમાંથી અકાળે કાઢીને દાટી દેવાતા બાળકો જો મા – બાપ સામે કોર્ટમાં જઈ શકતા હોત તો? તેઓને સરકારી વકીલની સહાય મળતી હોત તો? આપણાં જ મા – બાપે એ રીતે આપણો નિકાલ કરી નાખ્યો હોત તો?
વણજોઈતા બાળકોના સમયસર નિકાલને રાષ્ટ્રીય સેવા માનનારાઓ એવી દલીલ કરે છે કે અનિચ્છનીય બાળકને જીવવાની ફરજ પાડવા કરતાં મારી નાંખવું સારું.આ દલીલને આગળ ચલાવીએ તો અનિચ્છનીય પત્નીને જે લોકબાળી નાંખે છે એ પણ એક દિવસ રાષ્ટ્રસેવા લેખાશે. પછી આંધળા, તુલા, લંગડા, બોબલા, મંદબુદ્ધિવાળા બાળકો અને બોજારૂપ બનેલા વૃદ્ધોને પણ વધતી જતી જનસંખ્યા રોકવાને બહાને ઝેરનું ઈન્જકશન દઈને મારી નાંખવા માટે કાયદો કરી શકીશું. લોકશાહીમાં બહુમતીને ફાવતું આવે, તેનો કાયદોબનતાં કોણ રોકી શકે છે? સત્તા સ્થાને બેસનારાઓએ પણ બહુમતીના
| રૂ૨૦ ||