________________
મેં વાંચ્યું તમે પણ વાંચો બ્રહ્મચર્યનું પાલન થતું જ નથી. હાથીનું કામ હાથી દ્વારા જ થાય ગધેડા, કૂતરા દ્વારા નહીં.
બ્રહ્મચર્ય લક્ષણથી યુક્ત ધર્મ જ ધુવ છે, નિત્ય છે, શાશ્વત છે, એવું જિનેશ્વરોએ કહ્યું છે. જે સિદ્ધ થઈ ગયા છે, જે થઈ રહ્યા છે અને જે થવાના છે તે બધા જ બ્રહ્મચર્ય લક્ષણથી યુક્ત ધર્મ દ્વારા જ.
બ્રહ્મચર્ય વ્રતનું ખંડન થતા બધા જ વ્રતોનું ખંડન થાય છે, જેમકે કાચના ઘડાનો અમુક ભાગ નષ્ટ થવાથી પૂર્ણ ઘડો જ નષ્ટ થઈ જાય છે.
બ્રહ્મચર્યવ્રત જ એક નિરપવાદ વ્રત છે અબ્રહ્મના સેવનથી મૂળવ્રતો ખંડિત થઈ જાય છે ફરીથી પ્રાયશ્ચિત્ત રૂપે ચારિત્ર (દીક્ષા) ગ્રહણ કરવું તે જ તેનો ઉપાય છે.
બ્રહ્મચર્યનો પાલક દીર્ઘ આયુષ્યવાન, સુંદર સંસ્થાન યુક્ત, સુદઢ સંઘયણયુક્ત, તેજસ્વી અને શક્તિશાળી હોય છે એવું લખેલ છે.
મહાભારત વગેરે ગ્રંથોમાં પણ બ્રહ્મચર્યના ગુણગાન કર્યા છે જેમકે,
મહાભારતમાંમાં કહ્યું છે કે બ્રહ્મચર્યમાં બધા જ તીર્થ છે, બ્રહ્મચર્યમાં જ તપ છે, બ્રહ્મચર્યમાં જ ધૈર્ય છે, અને યશ પણ નિહિત છે, બ્રહ્મચર્યમાં પુણ્ય પવિત્રતા અને પરાક્રમ છે, બ્રહ્મચર્યમાં સ્વાતંત્ર્ય અને ઈશ્વરતપણ પ્રતિષ્ઠિત
ભગવદ્ ગીતામાં કહ્યું છે જો તમારે તમારો આત્મા શુદ્ધ જોઈએ તો બ્રહ્મચર્યનું આચરણ કરો.
શિવ સંહિતામાં કહ્યું છે કે એક વિર્યબિન્દુ રૂપી મહારત્નસિદ્ધ થયા પછી પૃથ્વી પર એવી કઈ સિદ્ધિ નથી જે પ્રાપ્ત ન થઈ શકે?
દક્ષ સ્મૃતિમાં કહ્યું છે કે મોક્ષનો દૃઢ આધાર બ્રહ્મચર્ય છે.
દાનોમાં શ્રેષ્ઠ દાન અભયદાન છે અને અભય આપવાનું સર્વશ્રેષ્ઠ સાધન બ્રહ્મચર્યપાલન છે.
II રૂ૪૪ ||