________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ઘણીવાર રાત્રે દશ વાગે જ પાલિતાણામાં યાત્રિકોને ઉતારે. આ યાત્રીઓ ધર્મશાળામાં જતાં પહેલાં જ બહાર લારીએ વીંટળાઈ વળે. કાંઈ ને કાંઈ ખાય!
આવ્યા છે તીર્થની યાત્રા કરવા માટે અને ત્યાં રાત્રિ-ભોજન કર તો તેને યાત્રા કેમ કહેવાય? એ તો પિકનીક-પ્રવાસ થયો. તીર્થોની યાત્રા તો તનને અને મનને પવિત્ર કરવા માટે, અંતરનાં પાપ ધોવા માટે કરવાની છે. એ આશય તો નંદવાઈ જ ગયો! એટલે, ઓછા તીર્થની સ્પર્શના કરવી અને તે પણ દિવસ છતાં જ કરવી. તે તે સ્થળોના પ્રભુજીનાં દર્શન ‘આંખ બંધ કરીએ તો પણ દેખાય’ એ રીતે કરવા!
વિરતિવંતને વંદના કરવાનું વિધાન મહત્ત્વનું છે
વંદના કરવાથી સામેની વ્યક્તિમાં જે ગુણસંપદા છે તેનો વિનિયોગ આપણામાં થાય છે.
જ્યારે કોઈ પચ્ચક્ખાણ કરવાના હોય ત્યારે અવશ્ય ગુરુને વંદના કરીને પચ્ચક્ખાણ કરવું જોઈએ. એ સામાચારી વ્યવસ્થા છે. વળી જેમને વંદના કરવાની હોય તે વ્યક્તિ આસન પર વિરાજમાન હોય, સન્મુખ હોય, પ્રસન્ન હોય ત્યારે રજા/આજ્ઞા લઈને વંદના કરવાની હોય છે. હવે સમજાશે કે રસ્તા વચ્ચે ઊભાં ઊભાં આયંબિલ વગેરેના પચ્ચક્ખાણની માંગણી તે અવિનય ઠરે છે.
એ જ રીતે ગુરુ મહારાજને ઊભા રાખી, ચોખાની ગહુંલી કાઢી વંદના કરવી તે અવિનય છે.
પ્રભુજીના વરઘોડામાં પણ આવો આગ્રહ રાખવામાં આવે છે એ અવિનય છે. સામૈયામાં રસ્તા વચ્ચે ઊભા રાખીને ગલી કાઢવાપૂર્વક ગુરુ મહારાજને વંદના કરવાની વાત પણ અર્હત્તા ધર્મને અનુરૂપ નથી જણાતી. એ કરતાં તો હાથમાં અક્ષત લઈને, બે હાથે વધાવતાં વધાવતાં સૌમ્ય મુદિત સ્વરે ‘પધારો, પધારો. મત્થએણ વંદામિ, સુખશાતામાં
|| ૩૪૬ ||