Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 364
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો વિશ્વસનીયતા રહી શકે છે? પરિવાર નિયોજનની પણ અયોગ્ય પ્રકારથી પસંદગી થઈ રહી છે. જેનાથી જન સંખ્યા પર અંકુશ આવ્યો કે નહીં તે તો જ્ઞાની જ જાણે પણ વ્યભિચારી લોકોની સંખ્યામાં વધારો તો નિશ્ચયથી થયો છે. મામા, ફઈના છોકરા, ભાઈ બહેન, કાકાના દિકરા ભાઈ બહેન અને દેવર ભોજાઈના સંબંધોમાં પણ વ્યભિચારે પ્રવેશ કરી દીધો છે.જૈન શાસને તો“વસ્તિનિરોધ” સૂત્ર આપીનેવસ્તિનાનિરોધ માટે બ્રહ્મચર્યને ઉત્તમ માર્ગ કહ્યો છે.(સૂત્ર કૃતાંગ સૂત્રમાં પહેલો સૂત્ર સ્કંધ ત્રીજો અધ્યાય અને પહેલા ઉદેશકમાં બતાવ્યું છે.) - વાસ્તવિક“વસતિનિરોધપરિવાર નિયોજનમાં બ્રહ્મચર્યપાલનએ જ સર્વોત્કૃષ્ટ માર્ગ સિદ્ધ થયા પછી પુનઃવિવાહ અને વિધવા વિવાહને કોઈ સ્થાન રહેતું નથી. ગર્ભપાત તો સ્પષ્ટ રૂપથી માનવહત્યા જ છે. મૃત્યુપથારી પર પડેલા ડોસાને મારી નાખનારને ફાંસીની સજા આપવામાં આવે છે અને તેમાં સહાયક વ્યક્તિને પણ વીસ સાલ સુધી ઉમ્રકેદની કડક સજા થાય છે એવો કાનુન વિદ્યમાન હોવા છતાં એક એવો વ્યક્તિ જેને દુનિયાની હવા પણ નથી લીધી ધર્મ નેતા અથવા રાજનેતા વગેરે બનવાની હૈસિયત લઈને આવેલો હોય તે પણ શક્ય છે. એવા ગર્ભસ્થ પુત્ર-પુત્રીની હત્યા કરવા કરાવવાનો અધિકાર કાયદાથી કેવી રીતે યોગ્ય છે? આના પર પ્રબુદ્ધ માનવીઓએ ગહરાઈથી વિચારવું જોઈએ. જૈન શાસન પ્રબલપુણ્યોદયના કારણે પ્રાપ્ત થાય છે એવું જ કહેવાય છે તો તેમાં એક કારણ છે કે એકેન્દ્રિયાદિ જીવોનું રક્ષણ કરવાનું વિધાન જૈન શાસનમાં જ છે જ્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાયિક જીવોની પણ વિરાધનાથી બચવાનો નિર્દેશ આપેલો છે. એવું જિનશાસન પ્રાપ્ત થયા પછી માનવ જ્યારે ગર્ભસ્થ પંચેન્દ્રિય પોતાના સંતાનની હત્યા કરાવે છે ત્યારે તો તેના માટે જૈન શાસનની પ્રાપ્તિનો T[ ૩૪૭ ||

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370