________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સિદ્ધચક્ર પૂજનવિધિઃ
આ પૂજનની વિધિમાં લખ્યું છે કે, જેને પૂજન ભણાવવાનું હોય, જે પૂજનમાં બેસનારા હોય તે બધાં- કુલ ચાર જણાં-માંડલામાં એક, યંત્રઉપર બેઅને વિધિકારક એમ ચારે જણાએ ખીરના ત્રણ એકાસણાપૂર્વક આપૂજન ભણાવવું.
આ વાત અત્યારના ભણાવાતાં તમામ પૂજનો માટે પણ વિચારી શકાય. તે તે પૂજન ભણાવવાથી નીપજતાં ફળને મેળવવું હોય તો, આ વિધિ મહત્તમ અંશે જરૂરી ગણાવી જોઈએ. પૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી પૂજા
આ પૂજન ભણાવ્યા પછી તેના શાંતિ જળની ગામ ફરતે ધારાવાડી દેવાની પ્રથામાં સુધારો કરવો જરૂરી છે. દિવસ છતાં છતાં જ તેના લાભ લેનારાઓએ એ સ્નાત્રનું શાંતિજળ બહુમાનપૂર્વક સાથે રાખીને ગામ ફરતી તેની ધારા કરવી જોઈએ.શ્રીસંઘે આ વિધાનને પ્રતિષ્ઠા આપવી જરૂરી છે. પવધિરાજ પર્યુષણમાં કાંઈ ને કાંઈ તપસ્યા કરવાનું ચાલે છે:
શહેરમાં તો આવા તપઘણી મોટી સંખ્યામાં થાય છે. આ બધું સારું છે. તપોધર્મનો પ્રસાર એ આનંદની ઘટના છે. હવે તેમાં એક ડગલું આગળ વધવાનું છે. અઠ્ઠાઈ વગેરે જે તપસ્યા થાય તે પછી, જેટલા દિવસનું એ તપ થયું હોય તેટલા દિવસ તેઓ રાત્રિભોજનનો ત્યાગ કરે એમ થવું જોઈએ. અન્યથા, સિદ્ધિતપના પારણા પછીના દિવસે તપસ્વીને રાત્રે શાતા પૂછવા આવનારને, એ જ તપસ્વી રાત્રે જમતાં જોવા મળે છે જે તપસ્વીને શોભતું નથી. માટે તપ પૂરું થાય ત્યારે તપના જેટલા દિવસો તેટલા દિવસ તો ઓછામાં ઓછું રાત્રિભોજન ત્યજવું જોઈએ. આંગી ?
પ્રભુજીને દેવાધિદેવનેવીતરાગ પરમાત્માને જે લોકો રૂની, રંગબેરંગી
|| ૩૬૧ ||