________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ઊનની, સુતરના રંગીન દોરાની, મૂલ્યહીન પ્લાસ્ટીકના ઈમિટેશન નંગની અંગરચના કરે છે તે અથવા એવી કરેલી આંગી જોવા મળે છે ત્યારે અનુપમ એશ્વર્યથી શોભતા પ્રભુને આવી તુચ્છ વસ્તુઓ શા માટે ચઢાવતા હશે, શું જરૂર છે એવા એવા પ્રશ્નો મનને ડહોળે છે. અલંકાર રહિત પ્રભુજી સ્વયં પણ સુશોભિત અને મનોહારી લાગે છે. કરવી જ હોય તો પાર્થિવ જગતની મૂલ્યવાન ચીજોથી શણગારો, કાં તો માત્ર વિવિધરંગી પુષ્પોથી પ્રભુજીને વિભૂષિત કરો;સાચા હીરા-માણેક-મોતીથી સોનેરી વરખથી અંગરચના કરો. પરંતુ હલકી નિર્માલ્ય ચીજનો તો પ્રભુને સ્પર્શ પણ નિષિદ્ધ ગણવો જોઈએ.
મારા મનના થોડા વિચારો અહીં જણાવ્યા. રૂચે તો આના ઉપર સુજ્ઞ વ્યક્તિઓ વિચાર કરે.આમાં ક્ષતિ હોય તો ધ્યાન દોરે એવી વિનંતી છે. આવા બીજા વિચારોનાં મંથન પણ થયા કરે છે. અન્ય અવસરે એ શોભશે. હાલ આટલા વિચારો શ્રીસંઘ સમક્ષ મૂક્યા છે.
- “નિત્ય સંસ્કૃતિ', જનવરી ૨૦૦૭
• પ્રભુ પૂજામાં સુગંધી શોભા યુક્ત પવિત્ર માણસે પવિત્ર
ભાજનમાં લાવેલા નાભિથી ઉપર રાખીને લાવેલા ફૂલો વાપરવા જોઈએ. સુગંધ વગરના ફૂલો ફૂલના, ફૂલના પગર ભરવા પ્રભુની આજુબાજુ ગોઠવે તો હરકત નથી. જાસુદની ખીલ્યા વગરની માત્ર કળી ચઢાવવી ઉચિત લાગતું નથી.
-ધર્મદૂત મે-જૂન-૨૦૪૮.
|| ૨૬ ૨ ||