________________
- મેં વાંચ્યું તમે પણ વાંચો છો!” એમ ઉચ્ચારવું વધારે સંગત જણાય છે. અન્યથા, રસ્તા વચ્ચે ઊભા રાખી અશાતા ઉપજાવી શાતા પૂછવા જેવું થશે! આધાર ગ્રંથ રૂપે ગુરુવન્દનભાષ્ય છે જ. પ્રભુનો ધર્મ સર્વના ઉત્થાન માટેનો છેઃ
તે ધર્મની કોઈ પ્રવૃત્તિ અન્યને ધર્મ પ્રત્યે અપ્રીતિનું કારણ ન બનવી જોઈએ. આ કાળમાં તો દેરાસરમાં ક્યારેક રાત્રે ભાવનામાં અને દિવસે પૂજનમાં માઈક દ્વારા આજુબાજુના પરિસરમાં અવાજનું ભારે પ્રદૂષણ ફેલાય છે. ઘરડાઓને નિંદરમાં વિક્ષેપ પડે, ત્રાસ થાય, ભણતા વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ખલેલ પડે. તેથી અજેનો અને હવે તો આધુનિક જૈનો પણ મનમાં કચવાય છે, અપ્રીતિ ધારે છે. ક્યારેક આવા પ્રશ્ન બોલાચાલી થાય છે અને ઝગડાના રૂપ સુધી પહોંચે છે. આવા અનુભવો બધાને થાય છે. મને તો ડર છે કે અપ્રીતિ ઘટ્ટ થતાં દુર્લભબોધિપણામાં જ નિમિત્ત બની જાય છે. તેથી દેરાસરમાં લાઈટ અને માઈક જ નહી તેવું કરવામાં આવે તો, લોકો, સંગીતકારો અને વિધિકારો સમજીને જ
આવે.
ઉપાશ્રયની બાબતમાં તો અમદાવાદ જેવા શહેરમાં, આજુબાજુમાં વસતા જૈન સુદ્ધાં, એવી જાતનો પ્રબળ અને પ્રગટ વિરોધ કરતા હોય છે ત્યારે મનમાં એમ થાય કે આ જીવો બોધિદુર્લભ તો નહીં બની જાય ને! આવી આશંકા જાગે તેવા સંજોગોમાં ધર્મજીવોની જવાબદારી વધી જાય છે. તેવા સંયોગોમાં આપણે બોલવામાં ઘણો સંયમ કેળવવો જરૂરી છે. જો ધર્મ પ્રત્યે અપ્રીતિ થાયતોએ આગળ વધીને ધર્મ પ્રત્યે અપ્રીતિ કરાવે જ.એવું બને ત્યારે જીવ હારી જાય. પ્રભુ મહાવીર મહારાજાએ કહ્યું હતું કે, “અપ્રીતિમ ગોહે વાસો ન કર્તવ્ય:/l' દેરાસરમાંથી માઈક, લાઈટ નીકળે અને સંયમીઓનો વ્યવહાર ઔચિત્યપૂર્ણ બને તો આ પ્રશ્ન ઉકેલી શકાય.
| ૩૬૦ ||