________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રાવણના ઘરમાં રહીને પણ નિષ્કલંક રહીને રામચંદ્રજીના કહેવાથી અગ્નિ પરિક્ષામાં ઉત્તીર્ણ થઈને સંસારને દુઃખકારી સમજી ચારિત્રલેવાવાળી મહાસતી સીતાનું નામ સ્મરણ આજે પણ વાસનાને નષ્ટ કરવામાં અતિ ઉત્તમ સાધન છે.
સતી અંજના,સતીદમયંતી, સતી કલાવતી, સતી સુભદ્રા વગેરે અનેક સતીઓના આત્માઓએ બ્રહ્મચર્યનુંત્રિકરણત્રિયોગથી પાલન કર્યું છે, તેઓનું નામ સ્મરણ આજે પણ પાપનું પ્રક્ષાલન કરી રહ્યું છે.
આ બધા જ દૃષ્ટાંતથી સાબિત થાય છે કે, બ્રહ્મચર્યનું પાલન સર્વશ્રેષ્ઠ ધર્મ છે અને સ્ત્રી માટે પુનઃવિવાહવિધવાવિવાહવગેરે કનિષ્ઠતમ અધર્મ છે. આ પ્રકરણમાં એકવાત અનેકવખત પૂછાય છે કે પુરુષ પુન:વિવાહ કરી શકે છે તો સ્ત્રી માટે કેમ નિષેધ છે?
પુરુષો અને સ્ત્રીઓમાં પ્રધાનપણું પુરુષોનું સદાકાળથી ચાલ્યું આવ્યું છે. પુરુષોએ જ ધર્મ શાસ્ત્રની રચના કરી છે માટે પુરુષોને એકથી અનેક સ્ત્રીઓ કરવાની અનુમતિ અને સ્ત્રીઓને નિષેધ એવી કોઈ વાત નથી.
પ્રશ્ન તો છે કુદરતના ન્યાયનો કુદરતે સદાને માટે પુરુષોને પ્રધાનતા આપી છે!પ્રધાનમંત્રી અને મહારાણી પદ આવી ગયા પછી પણ તેણે પોતાના પતિના પાસે નિમ્ન સ્થાન પર રહીને જ જીવન વ્યતિત કરવું પડે છે. આ કુદરતી ન્યાયને કોઈ વ્યક્તિ દૂર નથી કરી શકતો.
સ્ત્રીના શારીરિક બંધારણની દૃષ્ટિએ પણ સ્ત્રીનો સંપર્ક જે પુરુષ સાથે એકવાર પણ થઈ જાય છે તે તેનો પતિ હોય છે.
માતૃત્વની સાથે પતિત્વનો સંબંધ પણ જોડાયેલ છે માટે સ્ત્રીઓએ ભૂલમાં પણ અયોગ્ય આચરણ કરી પોતાના માતૃત્વને લાંછન ન લગાડવું જોઈએ!પુત્રને પોતાની માતા પર એટલો વિશ્વાસ હોય છે કે જે માતા પોતાની આંગળી ચીંધીને બતાવે છે કે આ તારા પિતા છે ત્યારે તે બાળકઆંખ મિંચીને સ્વીકાર કરી લે છે! તો શું પુનઃવિવાહ અને વિધવા વિવાહમાં આવી
| || રૂ૪૬ //