________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
કૃષ્ણજીએ યુધિષ્ઠિરને કહ્યું કે, હે યુધિષ્ઠિર એક રાત બ્રહ્મચર્યનું પાલન કરવાવાળાને જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેને ઈન્દ્રો પણ સહમતી આપે
બ્રહ્મચર્યના પાલક મહાપુરુષનું નામ સ્મરણ પણ અનંતભવોની વાસનાને નાશ કરવામાં સક્ષમ છે. આ હેતુથી અહીંયા મહાપુરુષોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
શ્રી યૂલિભદ્રજી બ્રહ્મચર્યવ્રત પાલકોમાં સર્વશ્રેષ્ઠ પાલક છે. તેઓએ બાર વર્ષની પરિચિત કોશા વેશ્યાને ઘેર ષસ (વિકાર વર્ધક) ભોજન કર્યું, કામોદ્દીપન ચિત્રશાળામાં ચાર માસ (ચાર્તુમાસ) વ્યતિત કરીને ત્રિકરણ ત્રિયોગથી બ્રહ્મચર્યનું પાલન કર્યું તેમને અમારી કોટી-કોટી વંદના.
“ધન ધન વિજયશેઠ શેઠાણીવિજયા પાળ્યો શિયળ મહાન”
વિજયશેઠ અને વિજયાશેઠાણી જેઓએ વિવાહના સુહાગરાતના દિવસથી એકજ પથારીનો ઉપયોગ કરવા છતાંત્રિકરણત્રિયોગથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવાથી. ચોરાશી હજાર (૮૪000) સાધુઓને સુપાત્ર દાન આપવાથી જેટલું ફળ થાય તેટલું ફળ એમની ભક્તિ કરવા દ્વારા થાય એવી શક્તિ મેળવી એવા મહાપુરુષોને કોટી કોટી વંદના.
ધનશેઠ અને ધનવંતીશેઠાણી જેઓ એકાન્તર બ્રહ્મચર્ય નિયમના કારણથી આજીવન બ્રહ્મચર્યપાલન કરી આત્માનું ઉત્થાન આત્મસાધના કરી તેઓને પણ કોટી કોટી વંદના.
શ્રી વજસ્વામિ જેઓએ છ મહીનાની ઉંમરમાં જ પિતા મુનિના ચરણોમાં જીવન સમર્પિત કરી ત્રણ વર્ષની ઉંમરમાં જ “અગ્યાર અંગ' કંઠસ્થ કરી માના પ્રલોભનનો સ્વીકાર ન કરતાં ચારિત્ર ગ્રહણ કરી છેલ્લે દશપૂવી બની રુક્મિણિની માંગણીને દીક્ષામાં પરિવર્તન કરાવવાળા મહાપુરુષોને કોટી-કોટી વંદના.
| ૨૪૬ ||