________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સંતાન મંદિર ચૂલા (કલ્યાણ, નવેમ્બર ૧૯૭૫)
આ વાક્યમાં પણ નારીની પવિત્રતાનું વિધાન છે.
વિધવા વિવાહની પ્રથા પ્રારંભ થવા પહેલાં નારી જાતિમાં બ્રહ્મચર્ય પાલનની ભાવના વિશેષ પ્રમાણમાં હતી. એ ભાવના હવે વધારે પુષ્ટ કરવા માટે બ્રહ્મચર્યના ગુણગાન વધારે ઉપયોગી છે. તેથી અહીં બ્રહ્મચર્યની સ્તવના કરવામાં આવી છે.
સૂયગડાંગ સૂત્રની અંદર બધા જ તપમાં બ્રહ્મચર્ય તપ સર્વ શ્રેષ્ઠ બતાવ્યો છે.
પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં બ્રહ્મચર્યને અનેક ઉપમાઓ આપી છે. તેમાં અમુક ઉપમાઓ દ્વારા સ્તવના પણ કરાઈ છે. ગ્રહોના સમૂહમાં ચંદ્ર જેવું ઉત્તમ, રત્નોમાં વૈર્ય રત્ન જેવું ઉત્તમ, ચંદનમાં ગોશીર્ષ ચંદન જેવું ઉત્તમ, નદીઓમાં સિતોદા જેવું ઉત્તમ, સમુદ્રોમાં સ્વયંભૂરમણ જેવું ઉત્તમ, હાથીઓમાં ઐરાવત જેવું ઉત્તમ, પરાક્રમીઓમાં સિંહ જેવું ઉત્તમ, પર્વતોમાં મેરૂ પર્વત જેવું ઉત્તમ, મુનિઓમાં તીર્થંકર જેવું ઉત્તમ બ્રહ્મચર્ય છે. એ પ્રમાણે અનેક ઉપમાઓથી બ્રહ્મચર્યને ઉપમિત કર્યો છે.
બ્રહ્મચર્યના પાલન કરવાવાળા અને કરાવવાવાળાના વિષયોમાં “અભિધાન રાજેન્દ્ર કોષ”માં જે વાતો બતાવી છે. તેનું અલ્પ સ્વરૂપ અહીં બતાવ્યું છે.
દેવ, દાનવ, ગંધર્વ, કિન્નર, યક્ષ, રાક્ષસ વગેરે દેવો બ્રહ્મચારીના ચરણોમાં નમસ્કાર કરે છે, કેમકે બ્રહ્મચર્ય વ્રતનું પાલન અત્યંત દુષ્કર છે. સમતાથી સાધુ અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ કહીને તેની વ્યાખ્યા દર્શાવતા થકાં કહ્યું છે. બ્રહ્મ એટલે અહિંસા વગેરે પાંચ મહાવ્રત, ચર્ય એટલે પાલન કરવું એ જ બ્રહ્મચર્ય છે એવા બ્રહ્મચર્યને ધારણ કરેલ બ્રાહ્મણ છે.
બ્રહ્મચર્ય વ્રતનું પાલન શૂરવીર માણસો જ કરી શકે છે. કાયરો દ્વારા
|| ૩૪૩ ||