Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 359
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો કરતા. મારા બાપુજીના વિવાહ તે સમયે થયા હતા જ્યારે તે બિલકુલ નાના હતા. મારા પિતાજીએ ચૌદ વર્ષની ઉંમરમાં વિવાહ કર્યા હતા અને હું ત્રીસ વર્ષનો છું છતાં અવિવાહિત છું. જ્યારે પતિ મૃત્યુ પામે છે ત્યારે તેની બધી મિલકત તેની પત્ની (વિધવા)ને મળે છે હું સમગ્ર ભારતમાં ફર્યો છું પણ મને દુર્વ્યવહારનું એક ઉદાહરણ મળ્યું નથી જેનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય દેશવાસીઓને પણ સંદેશ આપતા થકા તેઓએ કહ્યું હતું કે ભારતવાસીઓ તમે ન ભૂલતા કે તમારી સ્ત્રીઓનો આદર્શ સીતા, સાવિત્રી, દમયંતી છે અને એ પણ ન ભૂલતા કે તમારા ઉપાસ્યસર્વસ્વ ત્યાગી ઉમાનાથ શંકર છે અને એ પણ ન ભૂલતા કે તમારા લગ્ન અને તમારું જીવન ઈન્દ્રિય સુખ વ્યક્તિગત સુખ માટે જ નથી. - ઉપરોક્ત વચનોમાં સ્ત્રી જાતિની પવિત્રતા કેટલી ઠોસ રૂપથી પ્રતિપાદિત કરી છે. જેનાથી વિધવા વિવાહ એક નિન્દનીય, ગહણીય અને દુરાચારી કૃત્ય છે એ સિદ્ધ થાય છે જેને સજ્જન પુરુષો પોતાના જીવનમાં ક્યારેય અપનાવશે નહીં. ભગવાન સહાય ત્રિવેદી જોધપુરવાળાએ પણ કહ્યું છે કે અંગ્રેજોના લાંબા સમય સુધી સંપર્કના કારણે આપણા જીવનપદ્ધતિમાં તેમનું અંધાનુકરણ જ પ્રધાન રહ્યું છે. તે અન્યાનુકરણના ફળ સ્વરૂપે વિધવા વિવાહ, પરિવારમાં કંકાશ, છૂટાછેડા, અર્ધનગ્ન,અંગ પ્રદર્શન વાળી સ્ત્રી, પરાધીનતાની ફેશન,ટી.વી, વિડિયો વગેરેનું પ્રચલન-ગર્ભપાત, સંતતિ નિયમન ઓપરેશન વગેરે અનેક કુપ્રથાઓ આપણા આર્ય (ભારત) દેશમાં પ્રચલિત થઈ ગઈ છે. જેનાથી ભારતીયોનું હિત નથી પરંતુ ભયંકર અહિત થઈ રહ્યું છે. | હિટલરે ૧૯૩૦માં ન્યુરેમ્બર્ગમાં લાખોયુવા સ્ત્રીઓની સામે કહ્યું હતું કે હું તમને ભોજન બનાવવામાં નિપુણ સુયોગ્ય માતા અને પતિને સંતોષ આપવાવાળી સ્ત્રીના રૂપમાં જોવા ઇચ્છું છું. તેણે સ્ત્રીના ત્રણ આદર્શ બતાવ્યા | |/ રૂ૪૨ ||

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370