Book Title: Me Vanchyu Tame Pan Vancho
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakshan Samiti

View full book text
Previous | Next

Page 357
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો પર્યન્ત ક્ષમા, શીલ અને પૂર્ણ રૂપથી બ્રહ્મચારિણી થઈને રહે છે. પતિનું પરલોક પ્રયાણ થઈ ગયાપછી જે સ્ત્રી બ્રહ્મચર્યમાં લીન રહે છે. તેને પુત્ર ન હોવા છતાં પણ તે સ્વર્ગમાં જાય છે. સંમેલનમાં એક પ્રવક્તાએ એક સ્ત્રી જાતિની હિતની વાતો કરતા વિધવા વિવાહની સહમતિની વાત જોશપૂર્વક શરૂ કરી.ત્યાં એક વૃદ્ધ ડોશીમા બેઠા હતા તેમની ઉંમર લગભગ (૫૦)પચાસ વર્ષની હતી. તેઓએ ઉભા થઈને કહ્યું ભાઈ પહેલા તમે તમારા માતાજીના બીજા લગ્ન ક્યાંક કરાવી લો પછી વિધવા વિવાહની સિફારિશ કરજો. તમારા જેવા બે-બે પુત્ર, પૌત્ર અને પૌત્રિઓ હોવા છતાં પણ તમારી માતાને એકલા જીવન પસાર કરવું પડે છે તેમને કેટલીએ મુસીબતો ઉઠાવવી પડે છે. માટે તમે તેમને કોઈની સાથે કોઈના ઘરમાં બેસાડી દો એટલે કે તમે તેમના બીજા લગ્ન કરાવી લો. વિધવા વિવાહના સહમતિને કોઈક વિધવાથી લગ્ન કરવાનું કહે અથવા તો પોતાના પુત્ર સાથે લગ્ન કરવાનું કહે તો શું તે સ્વીકાર કરશે? જેના ઘરમાં મોં માગ્યું દહેજ અને ઇચ્છાપૂર્વકની કન્યા પ્રાપ્ત થતી હોય તે ક્યારેય વિધવાને પોતાના ઘરમાં પુત્રવધૂના રૂપમાં લાવવાનું પસંદ નહીં કરે. આથી સિદ્ધ થાય છે કે ઉચ્ચકુળોના ઘરોમાં વિધવા વિવાહની પ્રથા ક્યારેય ન હતી અને ક્યારેય બનશે નહી. ઉચ્ચકુળ એ જ કે જે સદાચાર જીવન જીવે અર્થાત્ વિધવા વિવાહ સદાચારમય જીવન તો નથી જ. તો શું અરિહંતના ઉપાસક અને આર્ય સંસ્કૃતિના સંરક્ષક પ્રબુદ્ધ મહાનુભાવ વિધવા વિવાહનો મત અપનાવી સમાજને દુરાચારી બનાવવા ઇચ્છે છે? એથી સ્પષ્ટ રૂપથી સિદ્ધ થાય છે કે આવી પ્રથાઓ સદાચારી ઘરોમાં ક્યારેય પણ સ્થાન નહી પામે અને જેઓ દુરાચારી છે અથવા દુરાચારી બનવા માંગે છે તેઓ ઉંડાણથી આ બાબત પર વિચાર કરે. સ્વામિ વિવેકાનંદ એકવાર અમેરિકા ગયા હતા તે સમયે ત્યાં તેઓનું || ૩૪૦ ||

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370