________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
લૂંટાઈ જાય છે ત્યારે તેની જિંદગીને લાગેલ દાગને લઈને કોઈ જીવવાનું પસંદ નહીં કરે. કથાલોક ૧૯૮૪ ઓગસ્ટ.
બ્રહ્મચર્ય દિગ્દર્શન નામના પુસ્તકમાં ‘વિધવા વિવાહથી ખરાબી’ શિર્ષક આપીને જે કાંઈ લખ્યું છે તે અહીં અક્ષરસઃ છે.
સૌ પહેલા તો વિધવા વિવાહના પ્રચારથી વ્યભિચાર અને દુરાચાર વધે છે. સ્ત્રી પોતાના પતિ મરી ગયા પછી પોતાના નાના નાના છોકરાઓને છોડી ચાલી જાય છે. પતિ ન મર્યો અને જીવતો હોય તોપણ તેનામાં કોઈ દોષ હોય તો તે (સ્ત્રી) તેને કોઈને કોઈ રીતે મારી નાંખવા અથવા તેને છોડી બીજો પતિ કરી લેવામાં આગળ-પાછળ જોતી નથી પછી બીજા સાથે પણ ન બને તો તેને પણ તે જ રીતે મરાવી નાખી ત્રીજો પતિ કરી લે છે. કારણ કે જેવો પતિ પ્રત્યે પ્રેમ અને ભક્તિ હોવી જોઈએ તેવી તેના દિલમાં હોતી નથી તેનું પરિણામ એ આવે છે કે પોતે સ્વચ્છંદ વર્તન કરવા લાગે છે. વિધવા વિવાહની છૂટ મળી જવાથી અને વિષય વાસનાની લોલુપતા વધી જવાથી આ બધું થાય છે.
પરિણામ એ આવશે કે ચાલીશ-ચાલીશ અથવા પચાસ-પચાસ વર્ષના છોકરાઓ થઈ જવા છતાં પોતાના છોકરાઓ ઉંચી સ્થિતિમાં પહોંચી જવા છતાં પણ વિધવાઓ પતિ કરીને રહેવાનું ચાલુ કરશે.
યુરોપમાં પણ રાજવંશીય લોકોમાં વિધવા વિવાહનો પ્રચાર નથી તેથી પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ કે આ પદ્ધતિ પ્રશંસનીય નહી પણ નિંદનીય છે.
‘મનુસ્મૃતિ’માં સ્ત્રીને બ્રહ્મચર્ય પાલન વિષયમાં જે હિત શિક્ષા આપી છે તેનો અમુક સાર અહીં લખ્યો છે.
વિવાહિત પતિ જો મરી ગયો હોય અથવા જીવતો હોય પરંતુ સ્વર્ગલોકની ઇચ્છા રાખવાવાળી કુલવાન સ્ત્રી તે કાર્ય નથી કરતી જે પોતાના પતિને અપ્રિય હોય.
એક પતિવાળી સ્ત્રી ઉત્તમ ધર્મની ઇચ્છા રાખવાવાળી સ્ત્રી મરણ || ૨૩૬ ||