________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સમયમાં જ બીજો પતિ પણ મૃત્યુ પામ્યો ત્યારે તે પુત્રી (વિધવા) એ કહ્યું પિતાજી મેં આપને કહ્યું હતું તે જ થયું અને પતિ સુખ પણ કર્મના હાથમાં છે માણસના હાથમાં નથી.
સ્વામિ વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે એકવાર તે કબ્રસ્તાન(સ્મશાન)પાસે થઈનેજઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર કબ્રસ્તાન પર ગઈ ત્યાં એક દૃશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા કે આ દેશમાં પણ આવી પતિ ભક્ત સ્ત્રીઓ છે! તેઓએ કબર ઉપર પંખાથી હવા નાખતી તે સ્ત્રીની પાસે જઈ પૂછ્યું તમે કબરને કેમ હવા નાંખી રહ્યા છે?
ત્યારે તેણીએ જવાબ આપ્યો તે સાંભળીને સ્વામિજીને કંઈ જ આશ્ચર્ય ન થયું અને વિચાર્યું આ તો આ દેશનો સ્વભાવ જ છે.
તે સ્ત્રીએ કહ્યું હતું કે મારા પતિને મેં વચન આપ્યું હતું કે જ્યાં સુધી આપની કબર નહી સુકાય ત્યાં સુધી હું બીજા લગ્ન નહી કરૂં તેથી કબરને જલ્દી સુકાવવા હું પંખાથી હવા નાખું છું. ત્યારે સ્વામિ વિવેકાનંદજીએ વિચાર્યું કે ધન્ય છે હિન્દુસ્તાનની સ્ત્રીઓને જે આવા સમયે શીલ પાલનને મહત્ત્વ આપે છે.
શુંવિધવા વિવાહના સહમતીઓ આવા પ્રસંગોહિન્દુસ્તાનમાં બને તેવું ઇચ્છે છે?
પશ્ચિમી દેશોમાં છૂટા-છેડા અને વિધવા વિવાહના કારણથી રોગી પતિઓને મૃત્યુના મુખમાં તેમની પત્નીઓ ધકેલી દે છે.
ઉપરોક્ત બતાવેલ અતિ ટૂંક સારને વાંચી સુજ્ઞ-વિજ્ઞજનો વિચાર કરે કે વિધવા વિવાહ કેવા ભયંકર પરિણામ લાવે છે. માટે પ્રત્યેક હિન્દુએ તેનો કડક વિરોધ કરવો જોઈએ. વિદ્વાનો દ્વારા કથિત સ્ત્રીઓના પ્રસંગો વાંચવા જેવા છે. તેની અહીં નોંધ લીધી છે.
સ્ત્રીને ઈજ્જત જેવી કોઈ મોટી દોલત હોતી નથી. જે દિવસે ઈજ્જત
|| ૨૩૬ ||