________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ભાષણ થયું હતું. ૧૨ જાન્યુઆરી ૧૯૬૨ના રાજસ્થાન પત્રિકામાં સ્વામિ વિવેકાનંદની “નારી વિષયક અવધારણા' શિર્ષકના અંતર્ગત ડૉ. મંજુલા સક્સેનાના લેખનો અમુક અંશ અહી આપ્યો છે. સ્વામિજીએ પણ ભારતીય નારીને કેવી રીતે પતિવ્રતા સિદ્ધ કરી છે. તેનો ખ્યાલ આપણને તેમના વિચારોથી આવશે.
“ભારતીય નારી પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાન વિષય પર કહેતા સ્વામિજીએ કહ્યું હતું, ભારતમાં નારી ઈશ્વરની પ્રત્યક્ષ અભિવ્યક્તિ છે અને તેનું સંપૂર્ણ જીવન આ વિચારથી ઓતપ્રોત છે કે તે જ ‘મા’ છે અને પૂર્ણ રીતે ‘મા’બનવા માટે તેને પતિવ્રતા રહેવું અતિ આવશ્યક છે. તેઓએ કહ્યું છે કે ભારતમાં કોઈપણ ‘મા’ એ પોતાના છોકરાઓનો પરિત્યાગ કર્યો નથી. વિવેકાનંદે કોઈને પણ આ બાબતની ચુનૌતી આપી. ભારતીય છોકરીઓને અગર અમેરિકન છોકરીઓની જેમ પોતાના અડધા શરીરને યુવકોની દૃષ્ટિ પડે તે માટે ખુલ્લુ રાખવાનું કહેવામાં આવે તો તે મરવાનું પસંદ કરશે.
ભારતને ભારતના માપદંડથી માપી શકાય. તે (પશ્ચિમી) દેશોના માપદંડથી નહીં.
(હિટ્રાએટ ઈવનિંગ ન્યુઝે ૨૫ માર્ચ ૧૮૯૪)--ઇંગ્લેન્ડમાં ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૫માં સ્વામિજીએ કહ્યું હતું ભારતના પુત્રોની સપ્રિયતા અને પુત્રિઓની પવિત્રતાની પ્રશંસા બધા યાત્રિકોએ કરી હતી.
સ્વામિજીને બ્રુકલિન એથિકલ એસોશિએશનના તત્ત્વાવધાનમાં હિસ્ટોરીકલ સોસાયટી હૉલમાં આપેલા ભાષણનાં અંતમાં એક શ્રોતાએ પૂછ્યું કે શું ભારતમાં બાલ વિધવાઓ સાથે ખરાબ વ્યવહાર થાય છે? ત્યારે તેના ઉત્તરમાં સ્વામિજીએ કહ્યું હતું કે
અમુક હિન્દુઓ નાની ઉંમરમાં લગ્ન કરી લે છે બીજા તે સમયે લગ્ન કરે છે, જ્યારે તે મોટી ઉંમરનાં થઈ જાય છે અને અમુક વિવાહ ક્યારેય નથી
|| ૨૪૧ ||